________________
૧૮૦
પ્રકરણ ૨૧ મું.
તૈયારીઓ થઈ રહેલી. તે પણ પરણવાને તૈયાર હતી પણ તેને મેટ મામે નિર્દય હતું તે પૈસાના લોભમાં પડે. એક શેડીઆએ ત્રણ હજારની નોટ તેના હાથમાં મુકી કે છેડીને કંચનશ્રીના તાબે સેંપી દીધી. કંચનશ્રી પ્રપંચ કરવામાં અને છોકરીઓ સંતાડવામાં એવાં જબરાં છે કે ભલભલાને પત્તે લાગતું નથી. તેમણે ગુપ્ત સ્થાને એવા શેધી રાખેલાં છે કે ગુમ કરતાં વાર લાગતી નથી. કંચનશ્રીએ તેને બાર માસ સુધી છુપા સ્થળે રાખી, પાંચ માસ સુધી તો એક જણના ભંયરામાં રાખી. તેને બીજે માળે જે તેને પરણાવવાની તરફેણમાં હતો તેણે ખૂબ તપાસ કર્યો પણ કંચનબીની પ્રપંચજાળ આગળ તેનું ફાવ્યું નહીં. એચિતે તે મરણ પામે. પૈસા પાર મામે પણ દેવગત થયો. વાત જરા શાંત પડી કે તેને દીક્ષા આપી દીધી. તે સંસારીપણામાં સારું ભણેલી હતી, હમણાં પણ ભણે છે, પણ હમેશાં ચિંતાગ્રસ્ત રહે છે. આવી છેડીને દીક્ષા આપ્યાથી શું ફાયદો થાય ? શરૂઆતમાં પણ આના ઉપર ખુબ ત્રાસ થવા માંડશે. તે તે રોજ પિકે પોક મુકીને રડે. હું રોજ તેને મારી પાસે રાખી ધીરજ આપતી, જ્યારે વધારે ત્રાસ કરવા લાગ્યાં ત્યારે મારે કંચનશ્રીને કહેવું પડયું કે “ જાઓ તે મારી ચેલી છે, તમારે ડહાપણ કરવું નહીં.” જ્યારથી આ પ્રમાણે સંભળાવી દીધું છે ત્યારથી આ ચંદન શ્રી દુઃખમાંથી મુક્ત થઇ છે. તારા દુઃખની આ શરૂઆત છે તેથી તેને વધારે લાગે છે. અમે તે રીઢાં થઈ ગયાં છીએ એટલે આટલું બોલી શકીએ છીએ. “ થાય તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ” એ કહેવત ખેતી નથી. માટે ચતુરથી ધીરજ રાખ અને તારું મન કર કઠણ. મને ઘણું વખત દીક્ષા છોડી દેવાનું મન થાય છે, પણ શું કરું ? લાચાર આવસ્થામાં છું. તારા જેવું હોત તે આવી ઉપાધિ હાથે કરી નહીં વહોરી લીધી હેત ! ભાવી આગળ કેાઈને ઉપાય ચાલતું નથી. તારી ચાકરી અમારાથી થશે તેટલી કરીશું. કંચનશ્રીને મને જરા પણ ડર નથી,
તું હવે ડરીશ નહીં. કદાચ તે આવે અને હું બહાર ગઈ હોઉં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com