________________
ચતુરથી સાધ્વીને વિહારપરિશ્રમ.
૧૭૯
વખતે મને પાંચ વરસને દીકરેલ હતું. બાર વરસનો કરતાં કરતાં મને આંખે પાણી આવ્યું. એટલું વળી સારું હતું કે ચંદ્રાવતી ગામમાં અમારી માલિકીનું ઘર હતું તેમાં રહેતાં હતાં. આવકનું કાંઈ સાધન નહતું. કેઈને ત્યાં રસોઈ કરવા રહે તે દુનિયા વાતે કરે. દુનિયાના મારથી છેવટે ઘંટીનો ધંધે હાથમાં લીધું હતું. દળણાં દળીને મારું અને છોકરાનું પૂરું કરતી હતી. છોકરે ચૌદ વરસનો થયે કે ખરાબ સેબતને લઈને બગડી ગયો, પૂરું ભણે પણ નહીં, મને પણ ગાળો દે, તેથી મને ખૂબ કંટાળો આવ્યો. હું ઉપાશ્રયમાં જતી હોવાથી મને જરા બાળબોધ વાંચવાને અભ્યાસ હતો. સાધ્વીઓ પાસે પ્રતિક્રમણ શીખી હતી. એવામાં અમારા ચંદ્રાવતી શહેરમાં આ કંચનથી સાધ્વી આવ્યાં. તેમણે મને દીક્ષાનું પાણી છાંટવા માંડયું, તે વખતે પણ આ સૂર્યવિજય આચાર્ય જોડે હતા. તે લાગવગવાળા હોવાથી તેમણે છોકરાને ઠેકાણે પાડવા માટે કેઈ શેઠને ભલામણ કરી. પણ શેઠ એ મળ્યો કે “તમે દીક્ષા લો તો છોકરાને નોકરી રાખું” આથી મારા મનને એમ લાગ્યું કે છોકરે ઠેકાણે પડે છે, તે માટે છે એટલે પરણી પિતાનો સંસાર ચલાવશે અને હું પિતે દીક્ષા લઉં તો શું ખોટું ? ઘંટી છેડી છોકરાને માટે કરવાની ઉપાધિમાંથી મુક્ત થઇ ઉપાશ્રયમાં ધર્મધ્યાન કરી જીવન ગુજારીશ. એ નિશ્ચય ઉપર આવી છેવટે મેં દીક્ષા લીધી. મારે છોકરે હાલ ક્યાં છે તેની મને ખબર નથી. કારણકે તે બેદરકાર અને ઉદ્ધત હોવાથી તેનું નસીબ હોય તે. સુધર્યો હોય. હાલ તે વાતને આશરે આઠ વરસ થઇ ગયાં; આ આઠ વરસમાં જ્યારથી હું કંચનશ્રીને ઉચે સ્વરે બોલી છું ત્યારથી મને જરા કળ વળી છે. નહીં તે લાગ ચાર વરસ સુધી તારા કરતાં મારી વધારે ભુંડી અવ
સ્થા હતી. કંચનશ્રીના ભવાડાની તો શી વાત કરું ? આ બિચારી ચંદનથી મારી ચેલી સત્તર વરસની છે તેને દીક્ષા આપે બે અઢી વરસ થયાં. તેનાં માબાપ મરી ગયેલાં હોવાથી તે મામાના ઘેર રહેતી હતી. તેને જ્યારે તેર વરસ થયાં ત્યારે તેને પરણાવવા માટે તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com