________________
~
~~-
~~
-~
૧૭૬
પ્રકરણ ૨૧ મું. -~-~~- થઈ હતી તે તમે કેમ ભૂલી જાઓ છે ? માટે મહારાજ! કંચનશ્રીને આવી રીતે પક્ષ ન ખેંચે, તેમાં તમારી હલકાઈ છે. સાવીએના કામમાં હવે વધારે માથું મારવાથી પરિણામ ખરાબ આવશે. તમારી હીલચાલ હું જોઈ રહી છું. નાલાયક ચેલાઓને પણ તમે. સાથે રાખે છે. સરકારે આટલે સુધી તમને પહોંચાડવા છતાં હજુ સુધી ટેવ ભૂલી જતા નથી. માટે અમારા ઉપાશ્રયમાં પગ દેશે નહીં. તમારી અને તમારા માનીતા ચેલાઓની હીલચાલથી અમે ધરાયાં છીએ. માટે અમારા ઉપાશ્રયમાંથી ચાલ્યા જાઓ.”
આ રીતે ઉત્તમશ્રીએ આંખ ચડાવી ગર્જના કરી કે આચાર્ય ઝટ પાછા વળ્યા. આ વખતે તેમની સાથે બીજા સંધાડાના ત્રણ ચાર સાધુઓ જોવા માટે આવ્યા હતા તે કાંઈ નહીં બોલતાં સીધા પિતાના ઉપાશ્રયે આચાર્યની સાથે ચાલ્યા. તેમના ગયા પછી ચતુરથી ખૂબ રડવા લાગી અને બોલી “ઉત્તમશ્રી ! તમે મારા માટે આટલું બધું દુઃખ ન ભેગો : મેં હાથે કરી પથરો ઉછાળી માથું ધરી લોહી કાઢેલું છે, કોઈને પણ દોષ નથી. દોષ મારા નસીબનો છે. હવે તો પ્રભુ મારું હેત લાવે તે સારૂં. મારે ખરે દુશ્મન કંચનશ્રી છે. અને તેને મદદ કરનાર મારા બાપ છે. હવે પસ્તા કરે શું થાય ? બાજી મેં મારા હાથેજ બગાડી છે. મારા હાથે જ મારી જીંદગી ધૂળ કરી છે.” એમ કહી રડવા લાગી.
તેને આમ રડતી દેખી ઉત્તમશ્રી દિલાસો આપી કહેવા લાગી ચતુરશ્રી ! ચતુરશી! રડીશ નહીં ! ઉલટું શરીર વધારે બગડશે. હવે પસ્તાવો કરે શું થાય ?”
રડતાં રડતાં ચતુરશ્રી બોલી “ હવે મને ખ્યાલ આવે છે કે દુઃખમાં માણસની કેવી જરૂર પડે છે. અને તે વખતે જે મદદ કરે છે તે જ ખરા સ્નેહી ગણાય છે. દુઃખજ મિત્ર અને સ્ત્રીની પરીક્ષા કરે છે. હું કેવી કમનસીબ અભાગણું સ્ત્રી કે મારા પતિના દુઃખની વખતે – ચાકરી કરવાના અણી વખતના પ્રસંગે પરિશ્રમથી કંટાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com