________________
૧૭૪
પ્રકરણ ૨૧ મું.
દવા આપી. ઉપાશ્રયમાં જાણે ચતુરશ્રી નકામું માણસ થઈ પડયું હોય તેવું તેમના પ્રત્યે ઘણાંનું વર્તન જણાયું. બિચારીને મરડાની આંકડી આવે, કેઈ હાથ પકડી ટલ્લે જવા લઈ જાય નહીં, નિરૂપાયે પગ ઘસતી ઘસતી બાજુમાં ઠલ્લા માટે રાખેલી જગમાં જાય. કદાચ કંચનશ્રી બહાર ગયાં હોય તે કોઈ સાધ્વી મદદ કરે, પણ તેમની હાજરીમાં તે મદદ કરવાની કોઈની હીંમત ચાલે નહીં.
એક બાજુ આવું તેમને શારીરિક દુઃખ થાય ત્યારે બીજી બાજુ કંચનશ્રી એવાં વાકબાણ છેડે કે તેનું હદય ભેદાઈ જાય. “સાહેબી કરવી હતી તે જખ મારવા દીક્ષા લીધી ? અહીં તો દુઃખ ભોગવવાનું છે, દુઃખ પડે તે તે સહન કરવું જોઈએ, કાયા પંપાળવાની નથી, કાયાને કષ્ટ આપી એક્ષપદ મેળવવાનું છે” એમ કહી ત્રાસ આપે. એવામાં કોઈ શ્રાવિકા આવી સમાચાર પુછે છે તે બમણ ફાળે ચડે અને જવાબ આપે કે “ખાવાનું ભાન રાખે નહીં, જે જે વહેરી લાવે તે તે ખૂબ ખાય, પછી માંદી પડે એમાં શી નવાઇ?” એમ જુઠું બોલી તે બિચારીને વગોવે. મરડાની બિમારીથી ઠલાવાળી જગો બગડે તેમાં પણ તે ચેકીને દોષ કાઢે. ચેલી શું કરે ? ચાલવાની શકિત હોય તો બહાર જંગલમાં જાય.
આ પ્રમાણે કંચનશ્રીએ ઠલાની અગવડનું બહાનું કાઢી બીજી સર્વ સાધ્વીઓને સાથે લઈ ગામમાં એક સગવડવાળી ધર્મશાળા હતી ત્યાં રીસમાં ને રીસમાં ચાલવા માંડયું. પેલી ચતુરશીની પાસે બીજી એના જેવી દાસીનું કામ કરનાર સાધ્વી હતી તેને ચાકરી કરવા માટે મુકી. આ જોઈ ઉત્તમશ્રી જે આધેડ ઉંમરનાં હતાં તેમને દયા આવી તેથી તે તથા તેમની ચેલી ચંદનથી ત્યાં રોકાયાં. આ જાણું કંચનશ્રી ગુસ્સે થયાં અને તેમણે પેલી રાખેલી ચેલીને પાછી બોલાવી લીધી અને ઉત્તમશ્રીને સંભળાવી દીધું કે “કરજે ચતુરશ્રીની ચાકરી.” આ સાંભળી ઉત્તમશ્રી એ પણ રોકડ જવાબ પરખાવી દીધો કે “અમે ચાકરી કરીશું, હવે અમે તમારી સાથે રહેવા પણ માગતાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com