________________
૧૭૨
પ્રકરણ ૨૦ મું.
પુરી બની ગયું. પરંતુ આ આવનારમાં મેટો ભાગ તમાસો જેવા જ મળ્યો હતો. વર્તમાનપત્રોમાં આવેલા ભવાડા લોકેની જાણ બહાર નહોતા. કઈ કઈ સ્થળે તે કઈ કઈ વચ્ચે શબ્દોની લડાઈઓ પણ ચાલતી. આચાર્ય હુકમ કર્યો હતો કે કોઈએ કોઈ પણ જાતનું છાપું ઉપાશ્રયમાં કે ધર્મશાળામાં લાવવું નહીં. મુહૂર્ત સાંજના ૪ વાગે હતું. દૈવયોગે ત્યાં કોઈ મોટા બાવાની જમાત આવેલી તેમાં હાથી હતો. કોઈ ખરચે લાલભાઈ શેઠે તે હાથી મંગાવી તેના પર પેલે ત્રણે દીક્ષાના ઉમેદવારને શણગારી બેસાડવા અને મેટા ઠાઠથી વરઘોડે આખા શહેરમાં ફેરવી દીક્ષાભિલાષીઓને ખૂબ સંસારને હા લેવડાવ્યા. આચાર્યશ્રી પણ ચડસના માર્યા જેમ બને તેમ વધારે ઠાઠ કરવા લાલભાઈને ઉશ્કેરતા. લાલભાઈ શેઠ પણ વાયરે ચડયા હતા. વરડે ધર્મશાળામાં ઉતર્યો અને ત્રણે જણને આચાર્ય વિધિપૂર્વક દીક્ષાઓ આપી. ગોપાળદાસનું “ગુપ્તવિજય.” રજજુલાલનું
રહસ્યવિજય” અને મંજુલાલનું “મર્મવિજય” એ પ્રમાણે નામ રાખવામાં આવ્યાં અને તેમને સૂર્યવિજય આચાર્યના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. તેઓ તેજ દિવસે અરધા ગાઉ દૂર આવેલા એક નાના ગામમાં વિહાર કરી બીજે દિવસે પાછા આવ્યા. આ પ્રમાણે દીક્ષા મહોત્સવ ઉજવી લાલભાઈ શેઠ મહાવીર જયંતી કનકનગરમાં ઉજવવા મહારાજને આગ્રહપૂર્વક વિનંતી કરી તેમની આજ્ઞા લઈ સહકુટુંબ કનકનગર ગયા. આ પ્રસંગે આચાર્યના પરિવારના ઘણા સાધુઓ આજુબાજુના ગામે માંથી ત્યાં આવ્યા હતા. ફાગણ વદ ૫ ના રોજ સવારે આચાર્યશ્રી કનકનગર તરફ જવાને નિકળ્યા. કેટલાક બીજા સાધુઓ તેમની સાથે જોડાયા અને કેટલાક છુટા પડવા. ચકોરવિજયે પણ પિતાના ખાસ ચેલાને તથા ભદ્રાપુરીવાળા નવદીક્ષિત શિષ્ય કસ્તુરવિજયને સાથે લઈ આચાર્યથી છુટા પડી બીજા ગામ તરફ વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com