________________
૧૭૦
પ્રકરણ ૨૦ મું.
તમને જરા પણ હરકત ન આવે એ રીતે મારે કામ લેવું જોઈએ. એટલી વિવેકબુદ્ધિ રાખવાની ફરજ છે.”
લાલભાઈ–“વાહ! એમાં શું? ભદ્રાપુરી જઈ રજા મેળવતાં કેટલી વાર ? કહો તો આજે તેમને લઈ જઈ રજા મેળવી આવું. ધર્મના કામમાં ઢીલ શી?”
એમ સલાહ મેળવી ત્રણે ઉમેદવારોને આચાર્ય ઉપર બોલાવ્યા અને લાલભાઈની સાથે ભદ્રાપુરી જઈ તે કહે તેમ કરવા જણાવ્યું.
ગોપાળદાસ–“અમે તે તમે કહેશે તે પ્રમાણે ત્યાં લખાવીશું. અમે અમારી રાજીખુશીથી ભાવપૂર્વક દીક્ષા લઈએ છીએ એમાં બીજાને બોલવાને કે વચ્ચે આવવાને હક શું છે ? નથી માબાપ કે નથી બેરી. કેણ વાંધો ઉઠાવવાનું છે? આપ કહે તે વખતે તેમની સાથે જઈએ.”
આ રીતે નક્કી કરી લાલભાઈ શેઠ વાળુ કરી પેલા ત્રણ જણને લઈ મેટરમાં કારી સ્ટેશને જઈ ત્યાંથી ટ્રેનમાં ભદ્રાપુરી ગયા. ધરમચંદ શેઠને ત્યાં મુકામ કર્યો. પેલા દીક્ષાના ઉમેદવારે પોતાને મુકામે ગયા અને જ્યાં મળવા જવા જેવું હતું ત્યાં મળી આવી પાછા સવારે શેઠને મળ્યા. તેઓને ખાનગી રીતે સૂચના આપી કે “તમે કલેકટરને બંગલે જાએ, અમે પાછળથી આવીએ છીએ.”તે તેમની સૂચના પ્રમાણે ગયા અને થોડીવાર પછી લાલભાઈ શેઠ અને ધરમચંદ કલેકટરને બંગલે ઉપડ્યા. બહાર પટાવાળાને લાલભાઈએ પિતાના નામનું કાર્ડ આપ્યું. આવવાની વરદી મળી કે તે અંદર ગયા. કલેકટરે આવકાર આપ્યો. લાલભાઈએ બધી વાત રજુ કરી. કલેકટરે ટેલીફાનથી પોલીસ ઇન્સ્પેકટરને બોલાવ્યો. ડીવારમાં તે આવી પહોંચ્યો. તે અને કલેકટર અંદરના હોલમાં જઈ ખાનગી મસલત કરી બહાર આવ્યા. કલેકટરે લાલભાઈ પાસેથી મહારાજની વતી અરજી લીધી અને પેલા ત્રણ ઉમેદવારોને બોલાવી તેમને ખુલાસે લઈ સડીઓ. લઈ કામની પૂર્ણાહૂતિ કરી. કલેકટરનો ઉપકાર માની બંને જણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com