________________
૧૬૮
પ્રકરણ ૨૦ મું.
કેટલાંકે તે દીક્ષા છોડી દીધેલી, કેટલાંક તેમનાથી છુટાં પડેલાં અને કઈ કઈ જતાં રહેલાં. દરેક સ્થળેથી શ્રાવિકાઓ તેમને ઠપકો આપે પણ તે માને જ નહીં. પિતાનું ધાર્યું જ હોંક્યા કરે. આખા દિવસનો હેવાલ આચાર્ય સૂર્યવિજ્યની આગળ પૂરેપૂરે તે રજુ કરે અને તેમની મારફત પુરૂષોને લડાવે, સાધ્વીઓને પણ ઠપકા અપાવે અને કેટલીક વખત તે ખૂબ આંસુ પડાવે. આવા પ્રકારના કંચનશ્રીના સ્વભાવથી આ બિચારી ચતુર શ્રી વાકેફગાર નહતી, તેથી તે ફસાઈ પડી. જે ઉમંગ અને હોંશ દીક્ષા લેવામાં હતાં તેને અંશ પણ તેના મુખ ઉપર દીક્ષા લીધા પછી જણાતો નહોતો. સુશિક્ષિત મળેલા ધણીની ચાકરી કરવાથી કંટાળેલી ચતુરશ્રી દીક્ષા લઈ આરામમાં વખત ગાળવા ઈચ્છા રાખતી હતી તે બધું ઉડી ગયું એટલું જ નહીં પરંતુ હતી તેના કરતાં દસગણું આપદામાં આવી પડી. પણ હવે શું કરે ? ફસાઈ પડી, દિવસે દિવસે તેનું શરીર ઘસાતું ચાલ્યું. પગે ફેલ્લા પડવા લાગ્યા. ઉઘાડા પગે ચાલી શકાય નહીં, છતાં પણ ચાલવાને ફરજ પડતી, હા ના કરતી તો ગાળે સાંભળતી, એવાં સંકટોની શરૂઆત થવા લાગી. પરિશ્રમથી તાવ પણ આવતે, પગે કાંટા વાગવાથી અને ફેલા ફુટવાથી હેરાન થતી પણ કોણ તેની ચાકરી કરે ? ઉલટ તેની પાસેથી ચાકરી લેવામાં આવતી, તાવથી શરીર ન ચાલી શકે છતાં લથડી ખાતી ખાતી લગન. - પરિશ્રમે તેઓ નાના નાના ગામે વિહાર કરતાં મગનલાલ દિવસે સુવર્ણપુર આવી પહોચ્યાં. ડોર ગાર
આચાર્ય સૂર્યવિજય તથા તેમની સાધ્વીઓ સુવર્ણપુર પહોંચના સમાચાર જાક્ત તેમના ભક્ત લાલભાઈ શેઠ કનકનગરથી મેટરમાં બેથી ત્યાં આચાર્યશ્રીને વાંચવા આવ્યા. સુવર્ણપુર રેલ્વે સ્ટેશન નહોતું પરંતુ મેટરની આવજા વધારે હોવાથી લોકોને રે જેવીજ મુસાફરીની સવડ થઈ હતી. સુવર્ણપુર સાધારણ રીતે ઠીક ગામ હતું,
જૈનાની વસ્તી સારી હતી. અહી પણ સંધમાં બે પક્ષ જોવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આત થર પરથી શ્રી
ગનલાલ તથા •
. સુદ ૧૨ ના