________________
ચતુરથી સાધ્વીને વિહારપરિશ્રમ.
૧૭૩
પ્રકરણ ૨૧ મું.
ચતુરશ્રી સાવીને વિહારપરિશ્રમ
| (દેહરે.) દિવસ ફરે તેવે સમે, સમજણ સઘળી વ્યર્થ, ધર્મરાજ જુગટુ રમ્યા, એવો કર્યો અનર્થ. સવળે દિન સવળું પડે, અવળે અવળું થાય, અણ ઈચ્છયું આવી મળે, ઈચ્છિત અળગું જાય.
– કવિ દલપતરામ. આચાર્ય સૂર્યવિજ્યની સાથે સાધ્વીઓએ પણ સુવર્ણપુરથી વિહાર કરવાની તૈયારી કરી પણ તેમને મેટું વિઘ આવી પડયું. નવદીક્ષિત સાધ્વી ચતુરથી ચાલી શકે તેવી સ્થિતિમાં રહી નહીં, પગે વાગેલા કાંટાની અને ફુટી ગયેલા ફોલ્લાની એવી વેદના તેને થતી હતી કે તેનાથી સહન થતી નહોતી પરંતુ તેમનાં ગુરૂ કંચનશ્રીએ તેવા પગે કપડાં બંધાવી ધમકી આપી પરાણે પરાણે સાથે લીધી. મહા મહેનતે વચ્ચે બેસતાં બેસતાં તેઓ ગાંધારી ગામમાં આવી પહોચ્યાં. આ ગામ પણ સુવર્ણપુર જેવું હતું. સાધુ અને સાધ્વીના ઉપાશ્રય હતા. બે જન દેવાલો હતાં. સાધુઓએ સાધુના ઉપાશ્રયમાં અને સાથીઓએ સાધ્વીના ઉપાશ્રયમાં મુકામ કર્યો. આ વખતે આચાર્યના શિષ્ય શુદ્ધિવિજય, તેમના કેટલાક શિષ્ય સહિત રહેલા હતા, તે શશીકાન્ત નામના એક યુવકને દીક્ષાની જાળમાં સપડાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. અહીં ચતુરશ્રી સોવીની તબીઅત ઘણું બગડી, પગ સુઝી ગયા, એક ડગલું પણ ચાલવાની શક્તિ રહી નહીં અને ઠલે જવું પડે તે ઘણેજ ત્રાસદાયક થઈ પડયું.
આચાર્યને ખબર પડતાં તેમણે શ્રાવકને બોલાવી વૈદ્યની દવા કરાવવા કંચનશ્રીને સૂચના કરી. વૈદ્ય દૂરથી તબીઅતના સમાચાર પુછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com