________________
૯૮
પ્રકરણ ૧૪ મું.
ફેજદાર, નાયબ ફોજદાર તથા કેટલાક પોલીસના સીપાઈઓ ઉપર આવ્યા અને આચાર્યને પ્રણામ કરી તેમની આગળ બેઠા અને ધીમે રહી વિવેક મર્યાદાથી ફરજદારે પુછયું “આચાર્ય મહારાજ ! અમારા ઉપર ઉપરી અમલદારનો હુકમ થયે જેટલા સાધુઓ અને સાધ્વીઓ આવ્યાં હોય તેમની જુબાની લો. આ ઉપરથી આપની પાસે અમે આવ્યા છીએ.”
આચાર્ય તે પોલીસને દેખી આભા જ બની ગયા. વળી કઈ પણ શ્રાવક આ વખતે પાસે નહીં હોવાથી વધારે ગભરામણ છુટી. આમ તેમ ફાંફાં મારી એક ચેલાને કહેવા લાગ્યા “અલ્યા મણુવિજય! ધર્મશાળાના નોકરને કહે કે તે ન્યાતના શેઠ અને ધરમચંદને એકદમ બોલાવી લાવે. તાકીદે જવા કહેજે.”
આચાર્ય–“જે પુછવું હોય તે સુખેથી પુછો, હું જવાબ દેવા તૈયાર છું.”
ફોજદાર–પોલીસખાતામાં ઘણી અરજીઓ આવી છે તે સંબંધી તપાસ કરવાનું છે. આપ ધર્મગુરૂ છો એટલે જુઠું તે નહીં જ બોલો. કહે અહીં ભદ્રાપુરીમાં આપે કેઇને દીક્ષા આપી છે?”
આચાર્ય–“હા, બે જણને માહ વદ ૭ના દિવસે આપી છે, કસ્તુરચંદ શેઠને અને ચતુરા નામની સ્ત્રીને.”
ફેજદાર “તે શીવાય બીજા કોઈને દીક્ષા આપી છે ?” આચાર્ય “બીલકુલ નહીં.” ફોજદાર–“આપે નહીં તે આપના કેઈસાધુએ આપેલી છે?”
આચાર્ય આ પ્રશ્ન સાંભળી જરા ચમક્યા પણ ધર્મના કામમાં જુઠું બોલવાથી પાપ નથી એવો પિતાને સિદ્ધાંત તરતજ સાંભરી આવવાથી જવાબ આપ્યો “ના, અમારા કોઈ સાધુએ પણ આપી નથી.”
જદાર–“એ બે શીવાય ત્રીજા કોઈને દીક્ષા અપાઈ છે એવું આપના જાણવામાં છે ?”
આચાર્ય-“હું ત્રીજી દીક્ષા સંબંધી કાંઈ પણ જાણતા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com