________________
૧૪૬
પ્રકચ્છ ૧૮ મું.
દીક્ષા રક્ષક મંડળને હવે બરાબર જાગૃત કરે, તમે તેના પ્રમુખ છે. સુસ્ત કામ ન રાખે. પડતી બુમે હાજર થાઓ.”
લાલભાઈ–“ન્યાતના શેઠને તાર આવવાથી મીલના તમામ કામે પડતાં મુકી કનકનગરથી તરતજ હું અત્રે આવી આપની સેવામાં ખડે થયે, આપણું મંડળ સુસ્ત નથી, અહી આપણું મંડળ વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ સ્થપાયો છે તે હું જાણું છું.”
આચાર્ય–“તેના પ્રમુખ કોણ છે તે તમે જાણો છે ?”
લાલભાઈ–“હા સાહેબ. પ્રમુખ પેલા રસિકલાલ છે. તે માણસના વિચાર ખોટા નથી.”
આચાર્ય–“ તમે ભૂલો છે, તે તે આપણું પાસે આવે છે, મીઠું મીઠું બોલે છે અને આપણે ગાળ લઈ જાય છે, વિદ્વાન અને હોંશિઆર છે, પણ તે બધું અવળા રસ્તે દોરવાઈ ગયું છે. છેવટે તો તે અંગારા, મીઠું તેમાં તેલ, વર્ધમાનવિદ્યાલયમાંથી પાકેલાને ? તેથી તેમને આપણું શબ્દો ઉપર કયાંથી શ્રદ્ધા બેસે ? તે સર્વને અભવી જીવો સમજવા. મને તે રાત દિવસ વિચાર થાય છે કે આ અભવી જીવોની શી દશા થશે ? આવી વિદ્યાલયે સ્થાપવાથી શું પુણ્ય થતું હશે ? શું સમજીને તેમાં લોકો પૈસા આપતા હશે ? મને તે આ બાબત ઘણુજ દિલગીરી થાય છે. એ રસિકલાલને વર્ધમાન વિદ્યાલયને ચેપ ન લાગ્યો હોત તો જરૂર જૈનમાં હીરો પાકત હીરે ! પણ તેને ચેપ લાગવાથી પથરે પાક છે.”
લાલભાઈ—“ તે ભાઈ સાહેબ મને બે દિવસ ઉપર પાર્શ્વનાથના દેરાસર આગળ મળ્યા હતા. મારે તેમની સાથે મેળાપ છે. મશ્કરીમાં પણ આ સંબંધી ઘણું વાત થઈ હતી. સાથે અવંતીલાલના ચીરંજીવી ચંદ્રકુમાર પણ હતા. તેઓ હાલના જમાનાના પવનના વંટેળાઆમાં પડી ગયા છે. મારે રસિકલાલને ત્યાંજ ઉતરવાનો વ્યવહાર છે પણ અત્યારે આ પ્રવૃત્તિને લઈને તેમને ત્યાં ઉતર્યો નથી. મને જમવાનું પણ કહેલું છતાં મેં ના પાડી. હવે તે સંઘમાં બે પક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com