________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી.
૧૪૫
wwwvouum
ધરમચંદ “શું પેટ મોટું કરું? પેટ મેટું કર્યાની જ આ મહેકાણ ઉભી થઈ છે! જેમ જેમ મહારાજ માગતા ગયા તેમ તેમ અમે આપતા ગયા તેથી તે વધારે ચડતા ગયા, મને ઝાઝું બોલાવશે નહીં. જૈનેતર પ્રજામાં મારે કેવું સાંભળવું પડે છે તેને મહારાજને કયાંથી ખ્યાલ હોય ? મને બહુ નહીં છેડવામાંજ ફાયદો છે. લાલભાઈ! મારું પેટ અંદરથી તે બળી જાય છે, મહારાજના નિમિત્તે આ શહેરના સંધે પાંચ સાત હજાર રૂપીઆ ખરચ્યા અને છેવટે આશીર્વાદ આપે કે “ આ શહેરનું પાણું પીવું નહીં.” આચાર્યને બોલતાં કાંઇ વિચાર પણ આવતો નથી. એમ કહે કે અમે ચાર પાંચ જણ હતા તે આટલું કરી શક્યા. નહીંતે વિરોધીઓનું મંડળ એવું છે કે તેમને ઠેઠ પહોંચાડી દેત, સમજ્યા લાલભાઈ?”
લાલભાઈ–“હવે બંનેને હાથ જોડી કહું છું કે શાંત થાઓ. પાછલી તમામ વાત ભૂલી જાઓ અને કાલ આપણે શું કરવું તે મુદ્દાની વાત ઉપર આવી જાઓ.”
ન્યાતના શેઠ–“કલેકટરના કહેવા પ્રમાણે જામીન થાઓ એટલે પરવાર્યા. જ્યારે જ્યારે સરકારને જરૂર જણાશે ત્યારે ત્યારે બોલાવશે, તે સંબંધી આગળ ઉપર વિચાર કરી લેવાશે.”
આચાર્ય–“ લાલભાઈ ! કાલ જે કરવાનું હોય તે કરી લે, મારે હવે અહીં રહેવું નથી. મેં સૌને જોઈ લીધા. ધરમચંદ બેલ્યા એ સાંભળ્યુંને ? તેમનો એકે એક શબ્દ ટાંકી લેજે. જ્યારે તે આવું બોલે ત્યારે વિરોધીઓ બેલે તેમાં શું આશ્ચર્ય ? હું તો સમજ હતું કે તમે સૌ ભેગા થઈ પેલા વિરોધીઓનું વેર વાળવા તેમને સંઘ બહાર મુકશે અને તમારી લાગવગન અને પૈસાનો ઉપયોગ કરી તે તોફાની અધમ લેકે ઉપર કેસ કરી તેમને જેલજાત્રાએ મોકલશે, જેથી પાછા બોલી શકે જ નહીં. પણ જ્યાં તમારામાં જ આવી ફુટા ફુટ અને ધરમચંદ જેવાજ મને ગમે તેમ બોલી જાય ત્યાં પછી બીજી શી વાત કરવી ? લાલભાઈ! એ કામ તમારાથી ઉપડશે.
૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com