________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ. ૧૬૧ રીને લાભ લઈ ગરીબને દીક્ષા અપાવી તેમની સ્ત્રીઓને પૈસા આપી વિધવા જેવી બનાવી પુણ્ય બાંધતા નથી પરંતુ પાપના પોટલા બાંધે છે, તેમના નિશાસાના છાંટા આ ભવમાં નહીં તો બીજા ભવમાં ઉડયા વિના રહેવાના નથી. બેકારીનો આવી રીતે સાધુઓ અને શ્રીમતે ઉપયોગ કરે તે અમારા જેવી સ્ત્રીઓથી તે બીલકુલ સહન થતું નથી. હું જે કદાચ મોટી મીલન એજંટ હોઉં તે જરૂર આવાં ગરીબ કુટુંબના મુખ્ય પુરૂષોને નોકરીએ ચડાવું, તેમના માટે શિક્ષગુનો કલાસ ઉઘાડું, (સાંભળો) અને તેમને ભણાવી મીલમાં રાખું, પણ તેમની સ્ત્રીઓ અને બાળબચ્ચાંથી વિખુટા નજ પાડું. (તાળીઓ) વિરહ વેદના, વૈધવ્ય, વ્હાલાના વિગ, એ કેવાં હદયઘાતક દુ:ખ છે તે સ્ત્રીઓ જ જાણી શકે. પ્રસૂતિની વેદના વંધ્યા સ્ત્રીઓ કદી ન જાણું શકે. શ્રીમંત ભક્તને પુછું છું કે તમારી સ્ત્રીઓ તમારે વિયોગ સહન કરી શકે છે? વાડી, વૈભવ, મટર, બાગબગીચા વિગેરે હોય છે, પછી ધણુથી શું વધારે છે ? (હસાહસ). આ તેમને નથી પાલવતું તે ગરીબ સ્ત્રીઓના ધણું પડાવી લઈ તેમને પૈસા આપી મન મનાવો તેથી શું વળ્યું ? તે પિસાથી ધણનું સુખ મળી શકે તેમ છે ? (હસાહસ) શ્રીમંત ભકતો ! સાધુઓના ભમાવ્યા ન ભમો. પૈસા આપી સ્ત્રીએના ધણ ન પડાવો, તેમાં તે ઘેર પાપ સમાયેલું છે, સાધુઓ તે ગૃહસ્થાશ્રમો એનાં ઘર ભાગવા કુહાડાના પ્રહારે મારી રહ્યા છે, દર સાલ કેટલાં ઘર ભાગે છે તેને વિચાર કરે. | ગૃહ ! આવા સાધુઓ ઉપર દાઝ તે એવી ચડે છે કે – જે કે કહેવું શોભતું નથી પણ કહેવાઈ જાય છે કે – એવી વિધવા જેવી બનેલી સ્ત્રી બીજાઓની સાથે ઘર બાંધી અગર જાહેર પુનર્લગ્ન કરી ઉપાશ્રયની સામે જ ઘર લઇને રહે અને સાધુને રોજ સતાવે ત્યારે વેર વળે (ખુબ હસાહસ). પણ લાચાર ! ! તેમ કરવામાં જાતને ભ્રષ્ટ કરવી પડે છે. વેર વાળવાની ખાતર જાતને ભ્રષ્ટ કરી જીવન પતિત કરવું બીલકુલ ઉચિત લાગતું નથી તેથી તે વિચાર દબાવી રાખવો પડે.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com