________________
અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૯
mmmmmmmmmm
માની મનથી હરખાય છે. આવું ભેળપણ સ્ત્રીઓના હૃદયમાંથી દૂર કરવાની જરૂર છે.
વળી ઘણે સ્થળે એવું પણ જોવામાં આવે છે કે કોઈ છોકરાં વિનાની શ્રીમંત વિધવા સાધુને જાણમાં આવે છે તે સાધુએ તેમને ત્યાં ત્રણ ચાર વખત જાય છે, સવારે પાણી લેવા, પછી ચા દુધ લેવા, પછી દશ વાગે અને સાંજે ગોચરી લેવા. એ પ્રમાણે ત્રણ ચાર વખત જઇને બાઈને ધર્મક્રિયા કરવાને બંધ કરશે. જે સ્ત્રી જરા માથાની મળી અગર મારા જેવાના સહવાસમાં આવી પહોંચેલી (હસાહસ) બનેલી જોવામાં આવી તો તે પ્રયોગ બે ત્રણ દિવસ અજમાવી પાછા હઠશે. પણ જો ભોળા દિલની મળી છે તે તેને ભેગજ મળ્યા. ઉકાળેલું પાણ-નહીં પીતી હોય તે તે પીવા આગ્રહ કરશે. અને એ આગ્રહ કેવ! “જે પચ્ચખાણ નહીં લો તે તમારા ઘરનું નહી વહોર” એવા આગ્રહ સાથે ધમકી. મહારાજને બેઠું લાગશે અને પાછા જશે એવું ધારી સ્ત્રીઓ બાધા લે છે. પછી લીલોતરી બંધ કરાવે. એમ ધીમે ધીમે તેને ભેળવી દીક્ષાના પાટા ઉપર ચડાવવા સિદ્ધ સાધકે મળી પ્રયત્ન કરશે, તેમની સાધ્વીઓને વળગાડશે અને પછી તેના પૈસાની ગાંસડી ઉપર નજર કરશે, “જો બેન ! સાત ક્ષેત્રમાં પૈસા ખરચવાથી ધણની કમાણીને સદુપયોગ થશે, સાત ક્ષેત્રમાં સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકા, દેવાલય, પ્રતિમા અને જ્ઞાન” એમ આંગળીના વેઢા ઉપર ગણાવી પ્રથમ સાધુ સાધ્વી ઉપર ભાર મુકી કેાઈ ઠગભક્ત ઉભા કરી તેની મારફત પિસાની વ્યવસ્થા કરવા આડકતરી સૂચના કરશે. એમ કહી તેનું મન પલાળી દીક્ષા આપવાની તૈયારી કરશે અને છેવટે દીક્ષા આપી તે પૈસાની ગાંસડી પેલા ભક્ત મારફત હાઈ કરી જશે. (ખુબ હસાહસ) અલબત સાધુ પૈસાને ન અડે એ વાત સાવ સાચી છે પણ જોડે પ્રાઇવેટ સેક્રેટરીઓ જેવા ઠગ ભક્તો રાખ્યા હોય તે બધી વ્યવસ્થા કરે. એટલે સાધુને પૈસાને
અડવાને કે જેવાને સંભવ પણ કયાં છે ? માફ કરજે મારા બંધુઓ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com