________________
૧૫૮
પ્રકરણ ૧૯ મું.
ધારાસભાના સભ્યોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે પુરૂષો સ્ત્રીઓ સાથે હસ્તમેળાપ કરી વચનથી બંધાય છે છતાં આવી રીતે સ્ત્રીને રઝળતી મુકી લગ્નને વચનભંગ કરી દીક્ષા લે છે તે બંધ થવું જોઈએ એટલું જ નહીં પરંતુ વચનભંગ માટે શિક્ષા કરાવવી જોઈએ. (હસાહસ). હાલમાં ચાલુ કાયદામાં એ સુધારે થવો જોઈએ કે સ્ત્રીઓ પિતાને ધણને કબજે લેવો હોય તે લઈ શકે અને દીક્ષા અટકાવી શકે. આ સિવાય આ દીક્ષાની ઘેલછા મટવાની નથી. સાધુઓ અમારા ધર્મગુરૂઓ છે, પૂજ્ય છે, પણ જ્યારે તેજ રક્ષક અમારા ભક્ષકો થાય, અમારાં છોકરાં ઉપાડી જાય, ધણીને ઉપાડી જઈ ભીખ માગતાં કરે, ત્યારે એવા ધર્મગુરૂઓને હજાર ગાઉ દૂરથીજ નમસ્કાર છે. અમે સારું સારું વહરાવીએ, અને હું ઘણે સ્થળે જેવું છું તો સ્ત્રીઓ પોતાનાં છોકરાંને ગળે ટુંપો દે પણ ઉમદા વસ્તુ મહારાજને આગ્રહ કરી વહેરાવે. કદાચ કાંઈ ચૂક આવે અને મુનિમહારાજ વહોર્યા વિના પાછા જાય તે આંખમાં આંસુ લાવે અને આખો દિવસ જીવ બાળે. આવા ભાવથી સ્ત્રીઓ ગોચરી આપે અને તેના બદલામાં તેમના ધણીને કે છોકરાને ફેલાવી લઈ જઈ મુંડી નાંખે! કે ઉપકારને બદલે !! છે કાંઈ બાકી ? (શરમ ! શરમ !)
મને માફ કરજે, કહ્યા વિના છુટકેજ નથી કે સાધુઓ વ્યાખ્યાન વખતે ભળી સ્ત્રીઓને એવાં દૃષ્ટાંત આપે છે કે જુઓ અમુક માણસે મુનિ મહારાજને ભાવપૂર્વક અમુક ભજન વહેરાવ્યું માટે તેમની સદ્ગતિ થઈ. આ પ્રમાણે ભોજન વહોરાવવાથી મુક્તિનું ફળ મળે છે, એવી તેમની ઉદરપોષવાની યુક્તિઓ વ્યાખ્યાન દ્વારા પ્રસંગોપાત ભોળી સ્ત્રીએ આગળ રજુ કરે છે. મેક્ષ અને સ્વર્ગનું સુખ મેળવવું કેને ન ગમે ? મળશે કે નહીં તે તો જ્ઞાની મહારાજ જાણે પણ સાધુના શબ્દ ઉપર ભરોંસે રાખી ભોળી સ્ત્રીઓ સારું સારું ઉમદા ભેજન વહેરાવે છે. પછી ભલે ધણી કે છોકરાં ભુખે મરે તેની દરકાર કરતાં નથી–ઉલટ આજની રસોઈ સંકળ થઈ એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com