________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૪૯
પ્રકરણ ૧૯ મું.
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ, ભગિની સમાજની સ્થાપના * Let courage be proved by deeds and not by words.
વિકટોરીઆ દરવાજે જ્યાં દીક્ષા મહોત્સવ ઉજવવામાં આવ્યું હતો તે જ સાર્વજનિક ધર્મશાળામાં ફાગણ સુદ ૧ ની રાત્રે આઠ વાગે અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજને એક મોટો ભવ્ય મેળાવડો રચનાત્મક કાર્યક્રમ ઘડવા માટે ભરવામાં આવ્યો. સમાજના સભાસદો ઉપરાંત પ્રેક્ષક તરીકે સરકારી અમલદારે અને ઘણા જૈન તેમજ જૈનેતર ગૃહસ્થને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. આશરે એક હજાર પુરૂષો અને સે સ્ત્રીઓએ હાજરી આપી હતી. દરખાસ્ત મુકાતાં અને સર્વાનુમતે અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે રા. બા. અશ્વિનીકુમાર વિજયકુમાર એમ. એ. એલએલ.બી. વકીલે પ્રમુખસ્થાન લીધું અને બુલંદ અવાજે પિતાનું ભાષણ શરૂ કર્યું
મારા જૈન બંધુઓ, સુશીલ બને અને ગૃહસ્થ ! આ ભદ્રાપુરી શહેરમાં આ અઠવાડીઆથી ઘેર ઘેર જૈનદીક્ષાની વાતો ચાલી રહી છે, વર્તમાન પત્રોમાં પણ દીક્ષાના ભવાડા વાંચીએ છીએ, દીક્ષાના ખટલા સરકાર દરબારમાં પણ ચડ્યા. આમ દેશ પરદેશમાં જેનેની નાલાશી થઈ રહી છે. આનું મૂળ કારણ જે અયોગ્ય દીક્ષા છે તેને એકદમ નાબૂદ કરવા માટે પ્રજામત કેળવવા વ્યવહાર પગલાં ભરવા, રચનાત્મક કાર્યક્રમ ઘડવાના ઉદ્દેશથી આજે આ અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ ભરવામાં આવ્યો છે. હાલમાં કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેનો શેડોક ખ્યાલ આપવાની જરૂર હોવાથી તે સંબંધી કેટલુંક વિવેચન કરવાની આવશ્યક્તા છે.
વાણીથી નહીં પણ વર્તનથી હીંમત અને બાળ સાબીત કરી બતાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com