________________
અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ-રચનાત્મક કાર્યક્રમ ૧૫૩
મોટા આચાર્ય કે પન્યાસ નથી. આથી તે નમ્રતા ભરેલું જીવન ગુજારતા હોવાથી તેમનામાં અભિમાનના દુર્ગુણો આવતા નથી. સાધારણ બુદ્ધિથી અવલોકન કરતાં આવા દાખલાઓ મળી આવે છે. આ તો હું મારા અનુભવ ઉપરથી અનુમાન કરું છું.
સુજ્ઞ બંધુઓ અને બેને ! હું શાસ્ત્રજ્ઞ નથી. જૈન સિદ્ધતિનો અભ્યાસી પણ નથી. પણ મારી સામાન્ય બુદ્ધિથી હું જે જોઈ રહ્યો છું તે આપને જણાવી રહ્યો છું. પ્રાચીન કાળની જેટલી વાતે હાલ બંધ બેસતી હોય તે અલબત સ્વીકારવી. “જુનું એટલું બેટું અને નવું એટલું સારું” તે મારે સિદ્ધાંત છે જ નહીં. હું તો એટલુંજ કહેવા માગું છું કે પ્રાચીન કાળમાં આપણે ગમે તેવા હઈશું પણ હાલમાં આપણું સ્થિતિ કેવી છે, આપણે કેટલી સંખ્યામાં છીએ, દિવસે દિવસે ઘટતા જઈએ છીએ કે વધતા જઈએ છીએ, બીજાઓ કરતાં આગળ છીએ કે પાછળ છીએ, બીજાઓ ઉપર આપણે સત્તા ભોગવીએ છીએ કે બીજા આપણા ઉપર સત્તા ભેગવે છે, આપણે કોઈ ભાવ પુછે છે કે “ત્રણમાં નહીં, તેરમાં નહીં, છપન્નના મેળમાં નહીં” એવી કહેવત જેવી આપણું સ્થિતિ છે, જુની પ્રણાલિકાથી ફાયદો છે કે નુકસાન છે, લક્ષ્મી વધે છે કે બેકારી વધે છે, વિગેરે વિગેરે અનેક બાબતને વિચાર કરી આ અપાર સંસારસાગરમાં આપણું જીવન હંકારવી જોઈએ.
એમાં ભ કાળમાં આપણું જીવનનૌકાના જે રસ્તા નિર્ભય અને સહીસલા ભરેલા જણાતા હતા તે કદાચ હાલના સંયોગોને લઈને પવનના વાવાજોડાથી તોફાની બની ગયા હોય, અને વચ્ચે ડુંગર સમાન મોટા ખડકો ઉભા થઈ વિદતરૂપ થઈ પડયા હોય ! જે નૌકા એક વખત પ્રાચીન કાળમાં જદી ચાલવાને શક્તિમાન હતી, તે હાલમાં સંચાના ઘસારાથી શિથિલ બની મંદગતિથી કદાચ ચાલતી હોય, મૂળ સ્થિતિમાં કાયમ રાખવા માટે તેમાં જે જે સુધારા વધારા કરવાની આવશ્યકતા હોય તે તે વખતોવખત કદાચ ન થયા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com