________________
અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ રચનાત્મક કાર્યક્રમ
૧૫૧
છીએ તે આપ જાણે છે. આવી અયોગ્ય દીક્ષા અટકાવવા માટેજ આ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સ્થાપના કરવામાં આવી છે. તે માટે તેના ઉત્પાદકને ખરેખર ધન્યવાદ ઘટે છે.
આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે કેટલાક મુનિ મહારાજે પાટે ચડી જે વખતે વ્યાખ્યાન વાંચે છે તે વખતે એવી ડાહી ડાહી વાત કહે છે કે જાણે તે સર્વ ગુણો તેમનામાં ભરેલા હશે અને તે પ્રમાણે વર્તન રાખતા હશે. પણ ઘણું વખત “પોથીમાંનાં રીંગણું જેવું જોવામાં આવે છે. વાંચતી વખતે કહેશે કે જુઠું બોલવું નહીં, જુઠું બોલવામાં પાપ છે, પણ નીચે ઉતયાં કે મૃષાવાદનું સેવન કરે છે. ગુમ થયેલા છોકરાનો બાપ આવીને પુછે કે મહારાજ ! મારે છોકરે બતાવો! ત્યારે જાણતા હોય તે પણ કહેશે કે હું જાણતો નથી. વાંચતી વખતે કહેશે કે ચોરી કરવી નહીં, ચેરી કરવામાં પાપ છે. નીચે ઉતર્યા કે ગુમ થયેલા પતિની સ્ત્રી આવીને પુછે કે મહારાજ ! મારે ધણુ બતાવો. પોતેજ ઓરડીમાં સંતાડેલો હોય છતાં સાધુ જવાબ આપશે કે તારા ધણને કાંઈ મેં સંતાડન્યા છે કે રાંડ તું મારી પાસે માગવા આવી છે? કેણ તારા ધણની વાત જાણે છે? પાટે ચડી ઉપદેશ દેશે કે હિંસા કરવી નહીં, કોઇનું દિલ દુખાવવામાં પણ પાપ થાય છે, પોતાના આત્મા જેવો પારકાને આત્મા. માન, અહિંસાધર્મ પાળવો, તેમ નહીં કરવાથી ઘણુંજ પાપ લાગે છે અને એ જીવને નરક અને નિગોદનાં દુઃખ ભોગવવાં પડે છે. મહારાજ પાટેથી નીચે ઉતર્યા છે મા, સ્ત્રી છોકરો અને સગાં વહાલાને રેતાં રઝળતાં મુકી યુવાન છોકરાને દીક્ષા આપી દેવામાં જરા પણ આંચકે ખાતા નથી. (શરમ ! શરમ !) શું આ હિંસા નહીં ? આ તે બોલવું કાંઈ અને ચાલવું કાંઈ ! તેમના શબ્દો ઉપર શી રીતે શ્રદ્ધા રહે? માટેજ આવા કેટલાક સાધુઓની પ્રવૃત્તિ સામે આપણે કરી બદ્ધ થયા વિના છુટકો નથી. આપણે જોઈએ છીએ કે આવી રીતે એકઠા કરેલા ચેલાઓમાંથી કેટલાક નાશી જાય છે, કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com