________________
૧૪૪
પ્રકરણ ૧૮ મું.
વામાં પણ તમે આગેવાની ભર્યો ભાગ બજાવ્યો છે તે મહાજનના જાણવામાં છે. માટે આમ રીસાઈને જશે તે બહાર ખરાબ દેખાવ થશે અને આપણા વિરોધીઓ ખુશી થશે. મહારાજ સાહેબ ! હવે તમે પણ બોલશે નહીં. તમે ક્રોધમાં જરા આકરા શબ્દો બેલી જાઓ છે એટલે તેમને ખોટું લાગે છે.”
વચ્ચે ધરમચંદ બોલ્યા “શું લાલભાઈ ! આ તે બેલવાની રીતે? આ તે સેવાને બદલે આપતા હશે. રાતદિવસ અમે બધા તેમની સેવામાં હાજર રહીએ છીએ, દાસની માફક કામ કરીએ, જે જોઈએ તે તમામ લાવી આપીએ, તમે બે દિવસથી આવ્યો છે, જુઓ આ ધર્મશાળામાં કેવી તેમને સવડ કરી આપી છે ? મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા કે “ રાત્રે મરછર કરડે છે માટે ન કરડે તેવી ગોઠવણ થાય તે ઠીક ” આટલા શબ્દો નીકળતાંની સાથેજ જુઓ ઝીણું મલમલની મચ્છરદાનીઓ દરેક સંથારાએ બાંધી દીધી છે તેમને વાંદવા આવનાર ગૃહસ્થ અને બાઈઓ માટે ખાસ રસોડું આજ ધર્મશાળામાં ઉધાડેલું છે. દરરોજ ઉમદા ભેજને બનાવવામાં આવે છે, ઉકાળેલા પાણીની પણ તજવીજ રાખેલી છે. કાપ કાઢવા માટે સાબુને કોથળો પણ ઓરડીમાં ભરી રાખ્યો છે. જંગલમાં દલ્લે જવાની તસ્દી પડે તે માટે જુઓ અરીસાભુવન જેવું હલે જવાનું સ્થાન બાજુમાં બનાવી આપ્યું છે, ચેલાઓને ભણવવા માટે એકના બદલે બે પંડિતની જોગવાઈ ચાર માસ માટે કરી આપી છે. તે તેમની સાથે વિહારમાં રહેશે. આટલું બધું કરી આપ્યા છતાં પણ બદલામાં આવો અમને આર્શીવાદ ! ! અમને ખોટું ન લાગે લાલભાઇ શેઠ ?”
લાલભાઈ–“જુઓ ધરમચંદ શેઠ ! આપણે તે આપણી ફરજ બજાવવી જોઈએ. જે આપણે કરીએ તે બધું ધર્મ સમજી કરવાનું છે. હવે તમે શાંત રહો. અત્યાર સુધી નિભાવ્યું તેવું એક બે દિવસ નિભાવી લો. પેટ મોટું કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com