________________
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૯
-
--
--
~~
~
~
~
~~*--
--
~~~
થોડા વખતે પણ સારીથી સાધુઓની "
બેન સરિતા તેનાં માબાપ મરી જવાથી અમરાપુરમાં મારા બાપને ત્યાં રહે છે. તે કુટુંબ સંબંધી મારા પિતાશ્રી વાકેફગાર છે.”
ઈન્સ્પેકટર–“ત્યારે તમે તમારા પિતાજીને તે સરિતા સાથે અત્રે તેડાવો એટલે ઠીક પડશે.”
રસિકલાલ–“તેમના પિતાજી આવી વાતોથી વાકેફગાર છે. તે બધી માહિતી પૂરી પાડશે.”
ઇસ્પેકટર–“જરૂર તાર મુકો.” ચંદ્રકમારે કાગળ કાઢી તાર લખી સીપાઈને તાર કરવા મોકલ્યો.
ઇન્સ્પેકટર–“અમોએ તમારી સાધુઓની આવી દીક્ષાઓ તેડી નાખવા ગયા અઠવાડીઆથી સખ્ત ઉપાયો લેવા માંડયા છે. છુપી પોલીસને પણ હુકમો મળી ચુક્યા છે. ધારાસભામાં આ વાત થોડા વખતથી ચર્ચામાં છે અને અમારા ઉપર છુપા હુકમ છુટયા છે તેનું પરિણામ તમે કેટલાક વખત પછી જોશો. આજથીજ તેને અમલ થવા લાગ્યો છે. હાલમાં સુપરીન્ટેન્ડેટનો ચાર્જ મારી પાસે છે. પોલીસ કમીશ્નર બહુજ સખ્ત છે. આમાં જેવી રીતે બાતમી મળી તેવી બાતમીઓ આવા ગૃહસ્થા તરફથી મળી આવે તે જરૂર તેમને સડા કાઢી નાખીએ. આ વાત નહીં લંબાવતાં કાલે માહ વદ ૧૨ ના રોજ કલેકટરની ઑફીસમાં એક વાગે હાજર થવા તમામ ઉપર સમન્સ કાઢવા નક્કી કરવામાં આવ્યું છે.”
રસિકલાલ–“આપે ઉઠાવેલી તસદી માટે આપને ખરેખર ધન્યવાદ ઘટે છે, આપના માણસોએ બાહેશથી અને ચાલાકીથી કામ લીધું છે. અમે આપને દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છીએ. અમારા પક્ષમાં સમાજને મોટો ભાગ છે અને તે છગરથી કામ કરે છે. આપે લીધેલી તસ્દી માટે આભાર માનીએ છીએ.”
એમ આભારદર્શક લાગણું પ્રદર્શિત કરી રસિકલાલ અને ચંદ્રકુમાર ત્યાંથી ઉઠી ઘેર વિદાય થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com