________________
૧ર૦
પ્રકરણ ૧૬ મું. આંસુથી ભરાઈ ગઈ અને ઉગાર નીકળવા લાગ્યા કે સાધુઓ કેવાં નિર્દય કામ કરે છે? આટલા નાના છોકરાને દીક્ષા શી?જૈનધર્મમાં આ બળાત્કાર કરવાનું કહેલું છે?”
કલેકટર–“કલ્યાણ! તમને અત્યારે તમારું જોતી, પેરણ, કેટ ટોપી આપવામાં આવે તે તમે પહેરવા ખુશી છે?”
કલ્યાણ—“મને તે આપવામાં આવે તે આ ફેંકી દઉં.
આ પ્રમાણે કેરટ સ્વાલ પુછે છે એટલામાં ઈન્સ્પેકટરે એક લેખી રીપોર્ટ રજુ કર્યો. કલેકટરે તે રીપોર્ટ વાંચી તે ઉપરથી વિચાર કરી કલ્યાણને પ્રશ્ન કર્યો “ કલ્યાણ! તમારે બેન છે?”
કલ્યાણ-હા સાહેબ.” કલેકટર–“તેનું નામ શું?” કલ્યાણુ–“તેનું નામ સરિતા છે.” કલેકટર–તેને તમે ઓળખો છો?” કલ્યાણ–“કેમ ન ઓળખું? તે મને ભણાવતી હતી.” કલેકટર–“તમારાં માબાપ જીવે છે?” કલ્યાણ-“હા સાહેબ.” કલેકટર–“તમે તેમનાથી ક્યારે છુટા પડ્યા?” કલ્યાણ–“સાહેબ ત્રણ વરસ થયાં.” કલેક્ટર–“તે પછી મળ્યાજ નથી?”
કલ્યાણ–“ના સાહેબ! મને ઘણુંએ મળવાનું મન થતું, પણ શેઠ મળવા જવા દેતા નહોતા.”
કલેકટર—“ કલ્યાણ! તમે ગભરાશે નહીં. તમે કહેશો તેમ કરીશું. જરા તમે બાજુની ઓરડીમાં બેસે. હમણું તમને પાછા બોલાવું છું અને તમને તમારાં કપડાં પહેરાવી તમારા ઘેર મોકલું છું.” એમ કહી કલેકટરે તેમને જોડેની ચેમ્બરમાં બેસાડવા હુકમ કર્યો અને ચંદ્રકુમાર તથા તેમની સાથે આવેલી છોકરી તથા બીજા માણસને કેરટરમાં રજુ કરવા ઈન્સ્પેકટરને જણાવ્યું. તે ત્રણે જણ હાજર થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com