________________
કલ્યાણ અને સરિતાને મેળાપ.
૧૨૧
તેમને બેસવા ખુરશીઓ આપવામાં આવી. છોકરી નવાનવી કેરિટમાં આવેલી હોવાથી ગભરાતી હતી. પણ તેની સાથે ચંદ્રકુમાર તથા ચંદ્રકુમારના પિતા અવંતીલાલ હતા તેથી તેનામાં હીંમત હતી.
કલેકટરે ધીમે રહી તે છેડીને પુછયું “બેન ! તમારું અને તમારા આપનું નામ શું?”
સરિતા–“સાહેબ! મારું નામ સરિતા છે અને બાપનું નામ ભગવતીદાસ અમરચંદ છે.”
કલેકટર–“તમારી માનું નામ શું?” સરિતા–“બાઈ જમના.” કલેકટર–“તમારે કોઈ સગા ભાઈ છે કે ?” સરિતા–“હા સાહેબ પણ...........” “પણ” શબ્દ બોલતાંની સાથે તેની આંખમાંથી આંસુ ખરવા માંડયાં.
કલેકટરે દિલાસે આપી કહ્યું “બેન! ગભરાશે નહીં. “પણ” કહી કેમ અટકી પડવાં? કહેવા માગો છો ?”
સરિતા–“સાહેબ! મારા બાપે દેવા પેટે કઈ સાધુને મારા ભાઈને વેચી દીધું છે એમ મારી બા એક દિવસ કહેતી હતી.”
કલેકટર “તેનું નામ તમને આવડે છે ?” સરિતા-“હા, તેનું નામ કલ્યાણ.” કલેકટર “ક્યાં વેચેલો છે તે તમે જાણો છે?” સરિતા–“સાહેબસાધુને વેચે છે એટલું જ જાણું છું.” કલેક્ટર–“હાલ ક્યાં છે તે તમારા જાણવામાં છે?”
સરિતા–“ના, સાહેબ! મને શી ખબર પડે? સાધુ આવા નાના છોકરાને ઉપાડી લઈ જઈ ચેલા બનાવે છે એમ મારી બા તથા પાડોશીનાં બૈરાં કહેતાં હતાં.”
કલેકટર–“તમારાં માબાપ હાલ ક્યાં રહે છે?”
આ પ્રશ્નની સાથે સરિતા રડી પડી. રડતાં રડતાં ભાગ્યા તુટયા શબ્દ બોલી “બંને જણ મરી ગયાં છે, બાપ ગઈ સાલ મરી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com