________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૯
કલ્યાણ–“હા સાહેબ. મારું નામ કલ્યાણ ને બાપનું નામ, ભગવતીદાસ. ”
કલેકટર–“કલ્યાણ! બીજા સાધુઓની માફક કેમ તમારા બગલમાં એ રાખેલો નથી?”
કલ્યાણ–“સાહેબ! તે તો મેં ગઈ કાલે શેઠ ચીમનલાલના ઘેરે ફેંકી દીધો છે. હું તે આ પીળા કપડા કાઢી ધોતી કેટ અને ટોપી પહેરવા માગતા હતા પરંતુ ફેજદાર સાહેબે તેમ કરવા ના પાડી.”
કલેકટર–“તમને આવાં સાધુનાં કપડાં કોણે અને કેવી રીતે પહેરાવ્યાં ?”
કલ્યાણ–“સાહેબ એક સાધુ આગલા દિવસે આવેલો તેણે કપડાં પહેરાવ્યાં છે. પહેલાં મારું માથું હજામ પાસે સાફ કરાવ્યું, અને માથામાં થડા વાળ રાખ્યા. અને પછી પરાણે નવરાવ્યો અને સાધુએ આ કપડાં પહેરાવી મારા માથામાં રાખેલા થોડા વાળ ખેંચી નાખ્યા.”
કલેકટર–“આ બધું તમે રાજી ખુશીથી કરાવ્યું?”
કલ્યાણ-“ના સાહેબ! મને તો તે વખતે ખુબ રડવું આવતું હતું. હજામને પણ ગાળો દીધી હતી. પણ મારું તેમના આગળ શું ચાલે? મને તો કહેતા હતા કે તું મોક્ષમાં જઈશ, ત્યાં તને ખુબ સુખ મળશે એમ કહી સમજાવતા હતા, પણ મને કાંઈ ચેન પડતું નહતું તેથી હું રડતો, રડતો એટલે મને ધમકાવી લપડાક મારતા અને મેંઢું દબાવી રડવા દેતા નહીં. રખેને કઈ પાડોશી જાણે.” એ શબ્દોની સાથે આંખમાં ઝળઝળીયાં ભરાયાં.
કલેકટર–“કલ્યાણ! રડશે નહીં. તમને હવે કોઈ મારશે નહીં તમારી ઈચ્છા તમારા માબાપ પાસે જવાની છે કે આ વેશ કાયમ રાખવાનું છે?”
કલ્યાણ-“સાહેબ ! મારે મારાં માબાપ પાસે જવું છે. મને તેમની પાસે મોકલાવે.” એમ બેલી ખુબ રડવા લાગ્યો. આ બનાવથી આખી કચેરીમાં ગમગીની ફેલાઈ ગઈ. કેટલાકની આંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com