________________
૧૩૧
રસિકલાલ અને લાલભાઈ. ~ ~ ~ ~
~ ~~ ~ ~~~~~~~ ~~~ ~~~~ ચંદ્રકુમારે સૂચના ઉપાડી લેતાં જણાવ્યું “ કલ્યાણની સાથે સરિતાને પણ ફરવા લઈ જઇએ, બૈરાં સાથે આવશે એટલે હરકત નથી. અહીં સ્ટેડ આગળથી ગાડીઓ કરી લઈશું.”
રસિકલાલ “ભાડાની ગાડીની જરૂર નથી. મેટર હમણું આવતી હશે, અહીં લાવવા કહેલું છે. આપણે છ જણું સારી રીતે સમાઇ શકીશું. તમે નીચે તૈયાર કરે. પહેલાં આપણે પાર્ષનાથના દેરે જઈ દર્શન કરી ત્યાંથી નર્મદા કિનારે જઈએ. ડીવાર ત્યાં બેથી પાછા ફરીશું.”
સાંજના ફરવા જવાના પોશાકમાં તેઓ તૈયાર થઈ ગયાં. એટલામાં તો મોટર ત્યાં આવી અને તેઓ તેમાં બેશી દેરાસર તરફ ગયાં. પાર્શ્વનાથનું દેવાલય આવ્યું કે તે દર્શન કરવા માટે ઉતર્યો. આ વખતે ઘણાં સ્ત્રીપુરૂષો દર્શન માટે આવા કરતાં હતાં. કલ્યાણને જેઈ કઈ બોલતાં કે, “સરકારે દીક્ષા મુકાવી તે આ છે કરે, કોઈ આંગળી કરી બતાવતાં કે “મહારાજે વેચાતો રાખેલે આ છોકરે. ” અને કઈ કે તે તેને ધારી ધારીને જોવા માટે ઉભા રહેતાં. વળી કઈ તો વિરૂદ્ધ ઉગારે કાઢી કહેતા કે “ આ સુધરેલી ટોળી આવી, ચારિત્રને ભંગ કરાવ્યો તેથી શું તેમનું કલ્યાણ થવાનું છે! દીક્ષા કાયમ રાખી હતી તે તેને મેક્ષ થાત.”
રસિકલાલ વીગેરે દર્શન કરી પાછાં ફરતાં હતાં એવામાં ગાઢ પરિચયવાળા અને પરમ સ્નેહી જેવા પુખ્ત ઉમરના શ્રીમંત ગૃહસ્થ આવતા જણાયા. પાસે આવતાં રસિકલાલને દેખી હાથને અંગુઠો અને આંગળી ભેગી કરી મશ્કરીમાં તે કહેવા લાગ્યા “વાહ ! મીસ્ટર રસિકલાલ ! ભણ્યા એટલે નાસ્તિક બની જવું? તમે જ્યારથી આ ચંદ્રકુમારની સોબતમાં ભળ્યા છે ત્યારથી તમારી ધર્મ પ્રત્યેની લાગણું કમી થવા લાગી છે. તમે પણ પેલી વર્ધમાન વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્ત કરી છે એટલે તમે અંગારા પાકો એમાં
શી નવાઇ? તમારે દેવ નથી, એ તો એ વિદ્યાલયનો પ્રભાવ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com