________________
૧૩૦
પ્રકરણ ૧૭ મું.
પ્રકરણ ૧૭ મું.
રસિકલાલ અને લાલભાઈ, નર્મદા કિનારે યુવમંડળ,
જાગૃતિ અને પ્રેરણ. *Are you not willing to suffer ? Then you are not willing to do good. The degree with which you are willing to do good is according to the degree in which you are to take misconstruction, opposition, and suffering in the world.
વાળુ કરી તરતજ રસિકલાલ અને માલતી, કલ્યાણ અને સરિતાને મળવા માટે ચંદ્રકુમારને ત્યાં ગયાં. અરધા કલાક પછી ત્યાં મોટર લાવવા સફરને સૂચના આપતાં ગયાં.
માલતી નીચે સરલા અને સરિતા પાસે બેઠી અને રસિકલાલ ઉપર અવંતીલાલને મળવા ગયા. તેઓ ચાલતા પ્રસંગની વાતો કરવા લાગ્યાં. એટલામાં કલ્યાણ ઉપર આવ્યો અને અવંતીલાલની પાસે બેઠે, તેને જોઈ રસિકલાલે મશ્કરીમાં કહ્યું “કેમ મુનિ કલ્યાણવિજયજી મહારાજ? કાલે મારે ત્યાં વહોરવા પધારજે.”
કલ્યાણે હસતા મુખે જવાબ આપ્યો, “ હવે હું ક્યાં સાધુ છું કે વહોરવા આવું.”
ચાલો ત્યારે આજે અમારી સાથે ફરવા, ઘણા દિવસથી પાઠશાળામાં અકળાઈ ગયા હશે.” એમ કહી રસિકલાલે આડકતરી રીતે ચંદ્રકુમારને ફરવા જવા માટે સૂચના કરી.
તમે ભોગ આપવાને ખુશી નથી ? જે તેમ હોય તે તમે કલ્યાણ કરવાને ખુશી નથી. જેટલા પ્રમાણમાં તમે દુનિયામાં સમજફેર વિરોધ અને ભાગ સહન કરવા તૈયાર છે તેટલાજ પ્રમાણમાં કલ્યાણ કરવાની તમારી ઈચ્છાનું માપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com