________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણી
૧૪૧
એક શ્રીમંત તે પોતાની સાથે વકીલને પણ લેતા આવ્યા. આ પ્રમાણે આચાર્યને આફતના પંઝામાંથી બચાવવા તેમનું ભક્તમંડળ એકઠું થયું, પણ અત્રેનું વાતાવરણ જે તેમના ટાંટીઆ ટાઈટ ટકી રહ્યા નહીં. ચારે બાજુથી ફીટકારના વનિ કાને પડતા હતા. “પ્રજા પકાર”માં સંપૂર્ણ હેવાલ પ્રકટ થયો હતો તેથી લોકે આચાર્યનાં પરાક્રમથી વાકેફગાર થયેલા હોવાથી આખી જનતા જવાબ આપવાને શક્તિવાન થયેલી હતી. આથી શેઠ લાલભાઈએ જાહેર સભા ભરવાનો વિચાર કોણ છે ? તમાળે. માહ વદ ૧૪ ના રોજ ધર્મશાળાના મેડા ઉ... તે અમને તેના માણસોની સભા ભરાઈ. જ્યાં દીવાનો સીધો પ્રકાશ . પપાવી તો એવા સ્થળે આચાર્ય અને તેમના સાધુઓ આવીને બિરાજમાન થયા. ત્સરી પ્રતિક્રમણ વખતના ચાળીસ લોગસના કાઉસગ જેવી શાંતિ ફેલાઈ રહી, જેવા ઉમંગથી બહારથી આવ્યા હતા તેવીજ નિરાશા લોકોના ઉગારે ઉપરથી ઉત્પન્ન થયેલી હોવાથી શું બોલવું તેને દરેકને વિચાર થઇ પડયો હતો. મનસુખલાલ શેઠ, ધરમચંદ શેઠ, ચીમનલાલ શેઠ વગેરે નારાજ થયેલા હતા. આ પ્રમાણે પાંચ મીનીટ સુધી જ્યારે કઈ બોલ્યું નહીં ત્યારે આચાર્યશ્રીએ પિતાની કઠોર ભાષાના શબ્દોની લહાણ શરૂ કરી–
ક્યારના ભેગા થયા છે પણ કેમ કઈ બોલતું નથી ? દરેકના મેંઢામાં મગ ભર્યા છે કે શું? અહીંના શેઠીઆ પાણુમાં બેઠા એટલે તમે બહારગામના પણ તેમની શરમમાં તણાઈ પાણીમાં બેઠેલા જણાઓ છે. ધિક્કાર છે તમને! તમે આવા શ્રીમંતો અને તમારા આચાર્યના માથા ઉપર આટલી બધી આફત ? તમારો પૈસો શા કામમાં આવશે? અસલના શ્રાવકો સાધુ માટે મરી ફીટતા હતા, અને હાલના તમે બધા બાયલા હીજડા જેવા થઈને બેઠા છે. ભર કેરટમાં પેલો સાળો બદમાસ અવંતીડે ગમે તેમ બોલી ગયો તેને તમે કેઈ કાંઈ કરી શકે નહીં ? શરમ છે તમને ? તમે તે શ્રાવક છે કે કોણ છે ? જૈન ધર્મ માટે અમે પ્રાણ આપી ધર્મ ટકાવીએ અને તમે અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com