________________
૧૩૨
પ્રકરણ ૧૭ મું.
-~-~~ - ~રસિકલાલે આવી ઠંડી મશ્કરીને જવાબ આપતાં જણાવ્યું લાલભાઈ શેઠ! જે જે અમને અડકતા, ભૂલે ચૂકે હેતથી કે વગર હેતથી જે અમને જરા અડવા તે જરૂર ફોલ્લો ઉઠશે. અમે રહ્યા અંગારા. જે અમારી સાથે વાત કરશે તો તમે નાસ્તિક અને અધર્મી બની જશે, માટે બોલતાં ચાલતાં કે અડકતાં તમારે સંભાળ રાખવાની છે, પણ એ તો કહે કે કયારે તમે આ શહેરમાં પગલાં કર્યા ?”
લાલભાઈ–“હું અત્યારે પાંચ વાગ્યાની ટ્રેનમાં આવ્યો, અને બઝારમાં થઈ ધરમચંદને ત્યાં જઈ વાળુ કરી અત્રે દર્શન કરવા આવ્યો છું એટલામાં તમારાં દર્શન થયાં.”
રસિકલાલ–“મારા મહેરબાન ! મને ખબર તે આપવી હતી ? સ્ટેશન ઉપર ગાડી મોકલત. વળી મારે ત્યાં ઉતરવાને રેજને સંબંધ તોડીને બીજે સ્થળે ગયા તે તમને શોભે છે ?”
લાલભાઈ—“ શું કરીએ? શેઠને એકદમ મારા ઉપર તાર આવ્યો કે “આચાર્ય ઉપર આફત માટે જલ્દી આવો” તેથી આવ્યા વિના છુટકે ? તમે સળગાવી વેગળા રહો.”
આ વાતવિનોદ દરમીઆન સરલા માલતી સરિતા અને કલ્યાણ મોટરમાં બેસી ગયાં હતાં. મોટર હેજ દૂર ઉભી રહી હતી અને રસિકલાલ તથા ચંદ્રકુમારની રાહ જોતાં હતાં.
રસિકલાલ–“સળગાવીને કયાં વેગળા રહીએ છીએ? જુઓ પેલો છોકરો-કલ્યાણ મોટરમાં બેઠેલો છે તેને વદ ૭ ના રોજ શેઠ. ચીમનલાલને ત્યાં છાની દીક્ષા આપવામાં આવી હતી. તેની જોડે બેઠી છે તે તેની બેન સરિતા છે.”
લાલભાઈ મોટર તરફ નજર કરી ધારી ધારીને જેઈ કહેવા લાગ્યા “ એમ કે ? તે તે અવંતીલાલને ત્યાં ઉતરેલાં છેને?”
રસિકલાલ– પણ તે અવંતીલાલ આ તમારા પરમ સ્નેહી મીસ્ટર ચંદ્રકુમારના પિતા થાય છે તે તમે કેમ ભૂલી ગયા ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com