________________
૧૩૪
પ્રકરણ ૧૭ મું.
લાલભાઈ—“ કયારના આ ભાઈ આ વાતમાં બોલતા નહતા. બોલ્યા એટલે સામ દાવ વાળી નાખ્યો. કાલે તો બીજા ઘણું ગૃહસ્થ આવવાના છે. આ સૂર્યવિજય આચાર્યને બચાવવા કાંઈ પ્રયત્ન કરવો પડશેને ?”
ચંદ્રકુમાર–“ભાઈ રસિકલાલ ! આપણે ચાલે, આપણું ઉપર તે લેકેની મોટી ચડાઈ થવાની છે અને ચડાઈમાંથી મોટી લડાઈ થવાની છે માટે ચાલો.” એમ હસતા મુખે કહી રસિકલાલને હાથ ખેંચી સાહેબજી કહી છુટા પડયા અને મેટરમાં બેશી નદી કિનારે એક સુંદર એવારા ઉપર જઈને ગોળ આકારમાં તેઓ ગોઠવાઈ ગયાં.
રસિકલાલે આજના દશ્યનો વિષય ઉપાય. “આજને કારટને દેખાવ જોવા જેવો હતો. હું તે કઈ જાણે નહીં તેવી રીતે કારકુન મંડળમાં ગોઠવાઈ ગયો હતો. અથથી ઇતિ સુધી કેસ મેં સાંભળ્યું છે. હું ભૂલતે ન હોઉં તે કે પ્રેસવાળા આજના દેખાવને ફેટે લેતા હતા. આજને દેખાવ નાટક અને સીનેમામાં મુકવા જે છે. પ્રભુએ સારું કર્યું કે ચારે બાજુએથી સારા સંયોગો મળી ગયા. સરિતાના આવવાથી કેરટની લાગણું સાધુ વિરૂદ્ધ સખ્ત થઈ ગઈ છે. જે તેનું ચાલશે તે તેમના ઉપર બરાબર કેસ ઘડી શિક્ષા કરાવશે.”
માલતી–“ભાઈ ચંદ્રકુમાર ! હવે આ સરિતા અને કલ્યાણને અહીં તમારી પાસેજ રાખજે, અમરાપુરમાં રાખશે નહીં. કલ્યાણને અંગ્રેજી શાળામાં દાખલ કરાવો.”
રસિકલાલ–“મરજી થતી હોય તે મારે ત્યાં બનેને રાખે.”
સરલા–“એ તે બન્ને ભાઇ બેન મારે ત્યાં જ રહેવાનાં. અમારે એક બીજાને જીવ મળી રહેલો છે. અમે પણ તેમનાં ભાઈ બેન જેવાં છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com