________________
૧૩૩
રસિકલાલ અને લાલભાઈ. mm
ચંદ્રકુમાર કટાક્ષમાં બે “મોટા લેકે ભૂલી જાય, ન ભૂલે તે મોટા લોકોના લક્ષણમાં ખામી ગણાય ! આપ સાહેબે તો બધા સમાચાર સાંભળ્યા હશે.”
લાલભાઈ—“હા. મને હવે ખ્યાલ આવ્ય, ચંદ્રકુમાર ! માફ કરજે. કલ્યાણની થોડીઘણી વાત સાંભળી, પણ તમે બધા આમ કરી શું કરવા ધારે છે ?”
રસિકલાલ “અમે કે તમે ? કરે તમે અને વગોવો અમને તે કોના ઘરને ન્યાય ? આવી તે વળી દીક્ષા અપાતી હશે? આવી દીક્ષાને તમારા જેવા ઉત્તેજન આપવા લાગ્યા તેથી અમે સામા થઈએ છીએ. જે આવી દીક્ષાએ ન અપાતી હતી તે અમારે બલવાનું કોઈ કારણ છે ? તમે જાહેર રીતે દીક્ષાને ઉત્તેજન આપવા દીક્ષા રક્ષક સભા સ્થાપી અને તેના તમે પ્રમુખ બન્યા ત્યારે અમારે તેની વિરૂદ્ધ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજની સ્થાપના કરવી પડી. તમે મહારાજને ખાનગીમાં શીખામણ દો નહીં, અને ઉલટા તેમને મેરૂ પર્વતની શીખરે ચડાવો, અને પૈસાની મદદ કરે, તેથી તે વધારે આવાં દીક્ષાનાં ધર્યાગે ઉભાં કરે છે.”
લાલભાઈ–“અરે રસિકલાલ ! દીક્ષા તે વળી ધતીંગ કહેવાય?”
રસિકલાલ–“દીક્ષાના નામે તમે આવી ત્રાસદાયક પ્રવૃત્તિઓ આદરે તે ધતીંગ નહીં તો બીજું શું કહેવાય ? પણ ઠીક, તે વાત પડતી મુકે, કાલે જમવાનું મારે ત્યાં રાખશે ? ”
લાલભાઇ—“ના ના, કાલ તે નહીં. પછી તમને જણાવીશ.”
ચંદ્રકુમાર–“ભાઈ રસિકલાલ ! આપણે હમણાં બોલશે નહીં, આપણે ત્યાં તેમનાથી ન અવાય. આપણે રહ્યા નાસ્તિક અને અધમ એટલે આપણા ઘરનું અન્ન અને પાણી વાપરે તે તેમનામાં નાસ્તિકપણું દાખલ થઈ જાય. આહાર એવો ઓડકાર એ કહેવત ભૂલી ગયા ? માટે હમણાં તેમને જમવાનું કહેશે નહીં!' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com