________________
છુપી દીક્ષાનો તાંત્રિક તપાસ.
૧૨૯
આચાર્ય–“સાહેબ! આ બધી હકીકત ખોટી છે. ચીમનલાલ શેઠ પોતાને ઘેર ગમે તે સાધુને બોલાવી દીક્ષા આપે તેથી મારે શું ? મને તેમાં સંડોવી છેટી રીતે ફજેત કરવા માગે છે. આ તો અમારી સાથેના દ્વેષનું કારણ છે. કેટલાક આચાર્યો સુધારક પાકેલા છે, તે બસ હાલના જમાના પ્રમાણે વર્તન રાખવા, શિક્ષણ આપવા અને દરેક કામ આદરવા પ્રયત્ન કરી રહ્યા છે. હું તો તેમને અધર્મી અને નાસ્તિક માનું છું. આ અવંતીલાલ તે પૈકીના છે, એટલે તેમના ઉપર આધાર રાખી અમારા વિરૂદ્ધ બેટો અભિપ્રાય બાંધવાનો નથી, તે કેરટની ધ્યાન ઉપર લાવું છું.”
કલેકટર–“ આ તો તાંત્રિક તપાસ ચાલે છે, હું તમને ગુસ્કેગાર ઠરાવી શિક્ષા કરવા માગતો નથી. તમારા ઉપર આરોપ ઘડી કેસ પોલીસે રજુ કરેલ નથી. તે તો મેજીસ્ટ્રેટ અને ન્યાયાધીશ આગળ કેસ ચાલે ત્યારે તમને પુછવાને અને તમામ હકીકત રજુ કરવાનો અધિકાર છે, તેવો પ્રસંગ કદાચ આવે ત્યારે તમારા વકીલો લઈને કોરટમાં હાજર થજે. પણ આટલા તપાસ ઉપરથી એટલો હુકમ કરવાની મને ફરજ પડે છે કે તમારે દસ હજારના બે સારા જામીન આપવા પડશે અને તે એટલા માટે કે જ્યારે સરકાર તમને બોલાવે ત્યારે તમારે હાજર થવું અને અમારી રજા શીવાય તમારે કોઈને દીક્ષા આપવી નહીં. હાલ તે તમારા જામીન તરીકે મનસુખલાલ શેઠ તથા ધરમચંદ શેઠ છે. પાંચ દિવસમાં ઉપર કહ્યા પ્રમાણે જામીન રજુ કરવાના છે. હવે તમને જવાની છુટ છે.”
આ જામીનની બંધગીરી જે કે સખ્ત હતી તે પણ તેમના ઉપર આવેલું આફતનું વાદળું આટલેથી વીખરાઈ ગયું એમ સંતોષ માની આચાર્યશ્રીએ ઉઠતાં ઉઠતાં જણાવ્યું, “જે કેરટનો હુકમ. કેસને પ્રસંગ આવશે ત્યારે કેરટને ખાત્રી થશે કે અમે કેવા નિર્દોષ છીએ.” એમ કહી ત્યાંથી વિદાય થયા. કોરટને વખત થઇ જવાથી બધી કચેરી પણ વિસર્જન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com