________________
૧૨૬
પ્રકરણ ૧૬ મું.
કલેકટર–“પરાક્રમથી એટલે શું?”
અવંતીલાલ–“સાહેબ! આ ભદ્રાપુરી શહેરમાં જેટલી છુપી દીક્ષાઓ અપાય છે તેની તમામ ગોઠવણ તે શેઠ તરફથી તેમના ઘેરે થાય છે તેથી તેમનું ઘર દીક્ષાના અખાડા તરીકે અમારી જન કેમમાં ઓળખાય છે, તેમાંથી આવા દીક્ષાના પહેલવાને પાકે છે. (હસાહસ) કેટલાક કે તેમને દીક્ષાની ફેકટરીવાળા પણ કહે છે. ( ખુબ હસાહસ) દુનિયા તે દેખે તેવું કહે.”
કલેકટર–“આવું કામ ચીમનલાલ શેઠ શું સમજીને કરતા હશે ?'
અવંતીલાલ–“ધર્મનું કામ સમજીને કરતા હશે. સાધુઓ એવા મંત્ર ભણાવે છે કે સાધુને ચેલા આપવામાં જૈનધર્મને ઉદ્ધાર છે. ચેલો થનારના આત્માનો ઉદ્ધાર થાય છે અને અપાવનારને ખુબ પુણ્ય બંધાય છે, અને પાપનો નાશ થાય છે.”
કલેકટર–“ ત્યારે તે કામમાં જુઠું બોલવું પડતું હશે?” અવંતીલાલ–“સાહેબ! ડગલે ને પગલે જુઠું બોલવું પડે છે.”
કલેકટર–“ત્યારે જુઠું બોલવામાં પાપ ન લાગે ? તમે જેને તે પાપથી ઘણા ડરે છે.”
અવંતીલાલ–“પણ સાહેબ! આવા મેટા આચાર્યો એવા સમર્થ અને વિદ્વાન હોય છે કે શાસ્ત્રોમાંથી પાપ કરવામાં પણ પુણ્ય જોધી કાઢી પાપના રસ્તા ખુલ્લા મુકે છે. અને તેમ કરતાં પાપ થવાનો સંભવ લાગતું હોય તે તેને આલવણ યાને પ્રાયશ્ચિત કરાવે છે તેથી તે શુદ્ધ થાય છે. ”
કલેકટર–“ ત્યારે તો આ હિસાબે તમે જેનો પાપમાં પુણ્ય માની પાપનાં કૃત્યો કરી શકો!”
અવંતીલાલ “અમે તે એમ નથી માનતા. પણ આવા આચાઓંની તેવી માન્યતા છે. આ આચાર્ય બહુ વિદ્વાન છે, અમારા તમામ સૂત્રોના અભ્યાસી છે, તમામ આગમ–અમારા ધર્મના ગ્રંથો-જોઈ ગયા છે. અને તે ગ્રંથમાંથી એવા સિદ્ધાંતો વાચાતુર્ય અને દાખલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com