________________
૧૨૨
પ્રકરણ ૧૬ મું.
અને મા હમણાં થોડા દિવસ ઉપર મરી ગઈ” એમ કહી બેલતી બંધ થઈ, મન ઘણુંજ ભરાઈ આવ્યું, મા સાંભરી આવી. લાચાર અવસ્થાનું ભાન થયું અને દુખીઆરી જેવી બની ગઈ. બાજુમાં બેઠેલા અવંતીલાલે તેને દીલાસો દઈ ધીરજ આપી.
આ વખતે કલેકટરની આંખો પણ ભીની થઈ. મન શાંત કરી કલેકટરે આશ્વાસન આપ્યું “બેન ગભરાશે નહીં, હીંમત રાખે, એમ ન કરીએ, હાલ તમે ક્યાં રહે છે ?
સરિતા–“સાહેબ! આ અવંતીલાલ કાકાને ત્યાં રહું છું. તે અમારા પાડોશમાં રહે છે. મા મરી ગયા પછી હું એકલી હોવાથી તે મને તેમના ઘેર રાખે છે. કાકીનું મારા ઉપર ઘણું હેત છે. હાલમાં તે તે બંને મારાં માબાપ તુલ્ય છે.”
કલેકટર–બેન ! તમે તમારા ભાઈને ઓળખી શકશે ? ”
સરિતા–“હા, કેમ ન ઓળખું ? અમે ભેગાં રમતાં હતાં. હું તેને ભણાવતી.”
આ સાંભળી કલેકટરે કલ્યાણને ચેમ્બરમાંથી લાવવા ઈન્સ્પેકટરને આંગળીથી ઈસાર કર્યો કે ઇસ્પેકટરે ચેમ્બરમાં જઈ કલ્યાણને તરતજ કોરટમાં રજુ કર્યો. તેની ખુરશી આગળજ સરિતાને જોઈ એકદમ કલ્યાણ બેલી ઉઠે. “બેન સરિતા ! તું ક્યાંથી ?” એમ કહી તેની પાસે ખુરશી ઉપર બેઠે. સરિતા આમ એકદમ પિતાના ભાઈને સાધુ વેશમાં જઈ વિસ્મય પામી. “ભાઈ કલ્યાણુ! તું અહીં આ વેશમાં ક્યાંથી?” એમ કહી રડવા લાગી. આ દેખાવથી જોનારની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. કલેકટરને પણ ખીસામાંથી રૂમાલ કાઢી આંસુ લ્હાઈ આંખો સાફ કરવાની ફરજ પડી.
જ્યારે આ પ્રમાણે તમામનાં હદય ધ્યાથી પીંગળી ગયેલાં જોવામાં આવ્યાં ત્યારે પેલા આચાર્ય તે ક્રોધના આવેશમાં પેલા મનહરવિજય
અને ચીમનલાલ શેઠ તરફ કરડી નજરથી જોતા હતા. પાટ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com