________________
પ્રકરણ ૧૬ મું.
લખાવ્યું. મારે કેટલા કાળ કાઢવા છે? મ્હાત ગઈ છેડી રહી. શા માટે જુઠું બોલું ?” એમ કહી શેઠ ગળગળા થઈ ગયા.
કલેકટર–“શેઠ ! કચવાશે નહીં. હું જાણું છું કે તમે જુ બોલવામાં પાપ સમજે છે. આચાર્યની વિરુદ્ધ સત્ય બોલવામાં તમે જે હીંમત બતાવી છે તે માટે તમને ધન્યવાદ ઘટે છે.”
ચીમનલાલ–“સાહેબ! અમારા આચાર્ય રોજ અમને બોધ આપે છે કે જુઠું બોલવામાં પાપ છે, તેથી નરકમાં જવાય, તો શા માટે જુઠું બોલી હાથે કરી નરકમાં જાઉં? જેને નરકમાં જવું હોય તે બેલે જુઠું (હસાહસ)” આમ કહી જાણે કલેકટરની મહેરબાની મેળવવા પ્રયત્ન કરતા હોય તે દેખાવ કરી મુક્યો.
કલેકટરે ગંભીર સ્વરૂપ પકડી કડક સ્વરે કહ્યું “મહારાજ ! હવે તમને જણાય છે કે તમે કેટલા બધા સત્યવાદી છે ?' . આચાર્ય–“આ વાણુઓ તદન જુઠો છે. વાણીઆ હમેશાં પ્રપંચી, દગાબાજ અને જુદા હોય છે, ખોટા સોગંદ ખાય છે, સંબંધીઓને ફસાવે છે, અમારા જેવા મેટા આચાર્યથી પણ દગાથી રમે છે, જુઓને તે શ્રાવક થઈ આચાર્યને સપડાવવા નીકળે છે. એવા અધર્મી ઓ નરકમાં જવાના.”
કલેકટર-“ જ્યારે ઈશ્વર તે ગુન્હાને ન્યાય કરવાનું કામ તમને સેપે ત્યારે તેને નરકમાં મોકલજે પણ અત્યારે તમારે સાવધ રહેવાનું છે, સમજ્યા? આટલેથી તમને ખાત્રી થતી નથી તે જુઓ હું તમારી આગળ એક વધુ પૂરાવો રજુ કરું છું.” એમ કહી કલ્યાણને હાજર કરવા પોલીસને હુકમ કર્યો. આથી તમામ પ્રેક્ષકોને તે છોકરાને જોવાની આતુરતા થઈ. પોલીસ ઈન્સ્પેકટરે તે છોકરાને કોરટમાં હાજર કર્યો.
તેને જોઈ કલેકટરને મંદ હાસ્ય આવ્યું અને સામી બાજુ ખુરશી ઉપર બેસવા સૂચના કરી. લોકો ઉભા થઈ તેને જોવા લાગ્યા.
કલેકટર–“તમારું નામ કલ્યાણને?” . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com