________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૫ મહારાજ? તમે કેટલા સત્યવાદી છે તે તમારા ચેલાની જુબાની ઉપરથી નથી સમજાતું ?”
આચાર્ય–“એ તે જુઠે છે. તે મારો ચેલો જ નથી. તેણે તો નવો ગુરૂ કરેલો છે. તેમની સાથે અમારે અણબનાવ છે તેથી મને સપડાવવા માગે છે.”
કલેકટર–“મહારાજ ! તમે જાણો છો કે એક જુઠું બેલવામાં તેના ટેકામાં અનેક જુઠાં બેલવાં પડે છે, પણ તમને તે ધર્મના એઠા નીચે જુઠું બોલવામાં હરક્ત નથી તેથી હજારે જુઠાં બેલવાની તમને છુટ હોય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આટલેથી હજુ તમને સંતોષ થયેલો જણાતો નથી” એમ કહી ચીમનલાલ શેઠને હાજર કરવા પોલીસ ઈન્સ્પેકટરને સૂચના આપી. ચીમનલાલ શેઠ ધ્રુજતા ધ્રુજતા આવ્યા અને સલામ કરી કલેકટરની આગળ ઉભા રહ્યા.
કલેકટર–“તમારા ઘરે તપાસ કરવા પોલીસ આવેલી?” ચીમનલાલ–“હા સાહેબ!”
કલેકટર–“તમારે ત્યાં કલ્યાણ નામના છોકરાને છુપી રીતે દીક્ષા આપવામાં આવી છે ?”
ચીમનલાલ–“હા સાહેબ! મેં પોલીસમાં ખરેખરું લખાવ્યું છે. તે સઘળું કાગળમાં છે તે વાંચવાથી સમજાશે. ફરી પુછવાની તસ્દી લેવાની આપ નામદારને જરૂર નથી.
કલેકટર–“ હું તે બધું સમજે છું પણ તમારા આચાર્યને ખાત્રી કરાવવાની જરૂર છે.”
ચીમનલાલ-આચાર્ય મહારાજ ક્યારે જાણતા નથી? તે છોકરાની ભાંજગડમાં તે તે હતા. વળી દીક્ષા આપવા માટે મનહરવિજયને પણ તેમણેજ મોકલેલા છે. વિનાકારણ પેલી સુધરેલી ટોળીથી આચાર્ય હીન્યા, ઉઘાડા છોગે દીક્ષા આપી હતી તો કેણ રોકનાર હતું?”
કલેકટર–“આચાર્ય તે બધું જાણે છે પણ કબુલ કરતા નથી એટલા માટેજ તમને લાવ્યા છે. તમે કહે છે કે તમે પોલીસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com