________________
૧૧૪
• પ્રકરણ ૧૬ મું.
વિજય સાધુને કેરટમાં હાજર કરવા પોલીસ અમલદારને હુકમ કર્યો. તે કચેરીમાં હાજર થતાં તેમને એક પાટ ઉપર બેસાડવામાં આવ્યા. - કલેકટર–“ આચાર્ય મહારાજ ! આ મનહરવિજય સાધુ જે તમારે ચેલો થાય છે તેને તમે ઓળખે છે
આચાર્ય–“હા, ઓળખું છું. પણ તે હાલ મારા ચેલા તરીકે નથી.”
પછી કલેકટરે મનહરવિજય તરફ નજર કરી તેમને પુછયું મનહરવિજય! તમારી પાસે પોલીસ તપાસ કરવા આવી હતી ?” - મનહરવિજય-“હા સાહેબ! શેઠ ચીમનલાલને ત્યાં હતા તે વખતે પોલીસ તપાસ કરવા આવી હતી.”
કલેક્ટર–“તમે પિોલીસ આગળ નીચે પ્રમાણે લખાવ્યું છે તે સાંભળો–
“મારું નામ મનહરવિજય છે, વિજય સૂર્ય સૂરીશ્વરને ચેલો થાઉં છું. હું હાલમાં તેમની સાથે અત્રે આવેલો છું. તેમણે મને ચીમનલાલ શેઠને ઘેર મોકલેલ તેથી તેમને ત્યાં છું. મેં એક કલ્યાણ નામના બાર તેર વરસના છોકરાને શેઠ ચીમનલાલ ઘરના મેડા ઉપર માહ વદ ૭ ના સવારે ૯ વાગે દીક્ષા આપી છે. તે છોકરો દીક્ષા લેવા માટે આનાકાની કરતો હતો અને રડતો પણ હતો, પણ શેઠ લાલચ આપી સમજાવતા હતા તેથી તે શાંત રહે છે. દીક્ષા આપ્યાના આગલા દિવસે બીજા સાધુઓને દીક્ષા આપવા મોકલવાના હતા પણ તેમણે ના પાડી તેથી મને મોકલ્યો. તે પહેલાં હું આચાર્યની પાસે ધર્મશાળામાં હતો.” આ પ્રમાણે તમે પોલીસ આગળ લખાવ્યું છે?”
મનહરવિજય–“હા લખાવ્યું છે.” કલેકટર–“તે સાચી વાત લખાવી છે?” મનહરવિજય–“હા સાહેબ! સાચે સાચું લખાવ્યું છે.”
આ વખતે બધી કચેરી શાંત અને સ્તબ્ધ બની ગઈ અને કઈ કઈ ઠેકાણેથી ઉદગાર નીકળવા લાગ્યા કે “હવે આચાર્ય સપડાયા, મર્યા, આવી બન્યું. કલેકટરે જરા મેં મલકાવી કહ્યું “કેમ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com