________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૩
ગમે તે તડાકે મારી હાજી હા કહેનારા શ્રાવકોને ઉંધુંચતું સમજાવાય, પણ અહીં તો સત્તાધીશાની કચેરી રહી એટલે બીજું શું બોલે ? જવાબ દેતાં વિલંબ થયો એટલે કલેકટરે જરા ક્રોધ કરી પુછયું
આચાર્ય મહારાજ ! કેમ તમે જવાબ દેતાં વાર લગાડો છે ? જેવું હોય તેવું કહી દે. કહો કે ધર્મને લઈને જુઠું બેલું છું.”
કલેકટરના આવા કડક શબ્દો સાંભળી આચાર્યના કપાળમાંથી પરસેવાનાં બિંદુ છુટવા લાગ્યાં. પોલીસ અમલદાર આગળથી તે છુટયા હતા પરંતુ કલેકટર આગળ વાત વધી પડી. સાપે છછુંદર ગળ્યા જેવું બન્યું. આચાર્યની મુખાકૃતિ અને જવાબ દેવાની પદ્ધતિથી કલેકટરના મનમાં તેમના પ્રત્યેનું માન ઉડી ગયું, આચાર્યને “આપ” શબ્દથી સંબોધવું બંધ કરી કલેકટરે “તમે ” શબ્દ વાપરો શરૂ કર્યો.
વિચાર કરી આચાર્યો જવાબ આપ્યો “હું સાચે સાચું કહું છું. જુઠું બોલતું નથી.”
કલેક્ટર–“મહારાજ ! તમારા સત્યની વ્યાખ્યા મેં જાણી લીધી. તમે સાચું બોલો છો કે જુદું તેના તમામ પૂરાવા મારી પાસે છે. હું હવે તમને પુછું છું કે “તમારે મનહરવિજય નામને ચેલે છે?”
આચાર્ય-“હા, પણ તે મારી સાથે નથી.” કલેકટર–“હાલ તે કયાં છે ?” આચાર્ય–“હું જાણતો નથી.” કલેકટર–“તે અત્રે ચીમનલાલ શેઠને ત્યાં છે તે તમે જાણે છે ?” આચાર્ય—“ ના, હું જાણતો નથી.”
કલેકટર–“ ચીમનલાલ શેઠને ઘેર મનહરવિજય સાધુએ એક નાના તેર વરસના કલ્યાણ નામના છોકરાને છાની રીતે દીક્ષા આપી છે તે વાત તમે જાણો છો ?”
આચાર્ય–“ના, આ વાત બનાવટી છે.”
કલેકટર–“બનાવટી છે કે કેમ તે જોવાનું કામ મારું છે. હવે તમે કેટલા સાચા છે તે તમને બતાવું છું.” એમ કહી મનહર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com