________________
છુપી દીક્ષાને તાંત્રિક તપાસ.
૧૧૧
કારટમાં ભરાવા લાગ્યા. કલેકટર રજા ઉપર હોવાથી તેમનો ચાર્જ ડેપ્યુટી
લેકટર પાસે હતો, તે ગુજરાતી હતે. આચાર્ય અને તેમની સાથેના તમામ સાધુઓને તથા પેલા ચીમનલાલ શેઠને તથા તેમને ઘેર દીક્ષા આપનાર મનહરવિજય સાધુને બપોરના એક વાગે કેરટમાં હાજર રહેવાનું જણાવેલું હોવાથી ધર્મશાળામાંથી સાધુમંડળ કચેરીમાં જવા નીકળ્યું. આ વખતે મોટા સરઘસ જેવો દેખાવ થઈ રહ્યા હતે. આગળ આચાર્ય અને પાછળ પંદર સાધુનું અને તેમના ભકતનું ટોળું ચાલતું હતું. ભક્તો તરફથી કોરટમાં તેમને માટે પાટોની ગોઠવણ કરવામાં આવી હતી. બધા મુનિ મહારાજે તે ઉપર બિરાજમાન થયા. કચેરી ચીકાર ભરાઈ ગઈ. ગરબડ કે તેફાન ન થાય એટલા માટે પોલીસે સારો બંદોબસ્ત રાખ્યો હતે.
બરાબર એક છે કે કલેકટર ચેમ્બરમાંથી આવી ન્યાયાસન પર બેઠા. તમામ પક્ષકારે હાજર થયેલા હોવાથી દીક્ષાકેસને તપાસ શરૂ કર્યો. કલેકટરે પ્રસન્નતાથી આચાર્ય તરફ જોઈ કહ્યું “મહારાજ ! આજે આપને તસ્દી આપવી પડી છે. તેથી કદાચ આપને ખોટું લાગ્યું હશે પણ કાયદાનું બંધારણ એવું છે કે ન્યાયને માટે ઉંચા નીચાને ભેદ રાખ્યો નથી. આપના જેવા આચાર્યને કેરટમાં બોલાવવા તે પણ અમને ઠીક લાગતું નથી. પોલીસની તપાસમાં જે હકીકત મારા જાણવામાં આવી તે જોઈ મને દિલગીરી થાય છે. આપના જેવા આચાર્યું આવું વર્તન રાખવું જોઈએ નહીં. સરકાર તરફ દીક્ષા સંબંધી થયેલા ઝઘડાઓની ઘણું અરજીઓ આવે છે, વળી હમણાં ધારાસભામાં પણ આ વાત ચર્ચાઈ છે. આવી પરિસ્થિતિમાં બંદોબસ્ત અને તપાસ માટે અમારી તરફ કામે આવ્યાં છે એટલા માટે પોલીસ ઇન્સ્પેકટરને હુકમ આપી તપાસ કરાવ્યો છે જેમાં આપના સાધુપણાને બીલકુલ નહીં છાજે તેવી હકીકત બહાર આવી છે તેથી વધુ ચેકશી માટે આપને તસ્દી આપી છે. આશા છે કે સાધુ પુરૂષ જુઠું નહીંજ બેલે
અને ખરી હકીકત જાહેર કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com