________________
શેઠ ચીમનલાલના ઘર ઉપર પોલીસનો દરોડ.
૧૦૩
આવ્યું કે તેમાં સત્ય છે માટે તમારું ઘર તપાસવા આવ્યા છીએ.”
ચીમનલાલ શેઠ ગભરાઇ કહેવા લાગ્યા “આવા બદમાસ માણસેની અરજી ઉપરથી મારી આબરૂ ઉપર હાથ નાખે તે ઠીક નહીં.”
ફેજદાર–“અમને ખાત્રી થઈ છે કે તમારે ત્યાં ગુપ્ત દીક્ષા એક છોકરાને અપાયેલી છે. છેક તમારે ત્યાં છે. માટે ડાહ્યા તે છોકરાને રજુ કરે. નહીં તો આખું ઘર શોધવું પડશે. માણસની જ લઈને આવ્યો છું તે જુએ.”
ચીમનલાલ શેઠ ધ્રુજતાં ધ્રુજતાં બોલ્યા “સાહેબ! જુઓ મારું ઘર. પણ આથી મારી આબરૂ ઉપર પાણી ફરશે.”
ફેજદારે શેઠના કહેવા ઉપર ભરોસે નહીં રાખતાં ઠામઠામ માણસો મુકી દીધાં. તેઓ નીચે તમામ સ્થળો જેઈને ઉપર ગયા. તપાસ કરતાં કરતાં ત્રીજા માળે ગયા તો એક મોટો સાધુ અને એક નાનો સાધુ એમ બે જણ એક ઓરડીમાં બેઠેલા જોવામાં આવ્યા. તે તો પિોલીસના માણસોથી આભા જ બની ગયા. નાને સાધુ તે રડવા લાગ્યો.
તેમને આમ ગભરાયેલા અને રડતા જોઈ ફેજદારે ધીરજ આપી કહ્યું “મહારાજ ગભરાશે નહીં, રશે નહીં, તમે બંને નીચે ચાલો.”
તેઓ બંને ઠેઠ નીચે આવ્યા. આમ તેમને પકડાએલા જોઈને શેઠના મોતીઆજ મરી ગયા.
ફેજદાર–“શેઠ શું કરવા મુંઝાઓ છો ? તમારે કાંઈ વાંક નથી. તમે તો માત્ર એક હથીઆર રૂ૫ છે. બધો વાંક તમારા ગુરૂને છે. તમે તેમની શીખવણથી ચાલે છે અને અવિચારી પગલું ભરે છે તેનું આ પરિણામ.”
ચીમનલાલ–“સાહેબ આ બંને સાધુ તો અત્રે વહોરવા આવ્યા હતા.”
આ સાંભળી ફેજદાર હસી ગયો અને બોલ્યો “શેઠ સાહેબ ! તે વહરવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા તે હમણાં જણાશે. મહેરબાની કરી હવે વચ્ચે બેલશો નહીં, નહીં તે સપ્તાઈનાં પગલાં ભરવાં પડશે.” એમ કહી નાના સાધુને દિલાસે આપી ફોજદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com