________________
૧૦૬
પ્રકરણ ૧૫ મું.
કલ્યાણ–“મારે તે હવે માબાપને ઘેર જવું છે, મને ત્યાં લઈ જાઓ, મારે સાધુને વેશ રાખવો નથી”
આ પ્રમાણે કલ્યાણની જુબાની લઈ ફોજદારે શેઠ ચીમનલાલની અને પેલા મનહરવિજયની સવિસ્તર જુબાનીઓ લખી લીધી. તેમની જુબાનીથી કેસ ઉપર ઘણું અજવાળું પડ્યું.
ફોજદાર આ પ્રમાણે વિધિ કરી ચીમનલાલને પુછવા લાગે “બોલો શેઠ ! આ છોકરો તેના બાપને ઘેર જાય તે તમને વાંધો છે?”
ચીમનલાલ–“વાંધે તે રૂપીઆન, બીજે શું વાંધો ? પીઆ ચાર હજાર રોકડા કલદારનું પાણી થયું અને ફજેત થયો તે નફામાં. સરકાર આગળ આપણું શું ચાલે ?”
ફેજદાર–“જુઓ શેઠ! તમારે બે હજારના જામીન આપવા પડશે. આ બંને સાધુને જ્યારે અમે તમારી પાસે માગીએ ત્યારે અમને સંપવા. જે તેમ કરવામાં કસુર કરશે તે તમને કાયદેસર શિક્ષા થશે, માટે જાઓ બે હજારના લાયક જામીન ખડા કરે, અગર બે હજારની નોટો મુકી હાથ મુચરકે લખી આપો.”
ચીમનલાલ શેઠે થોડી વાર વિચાર કર્યો અને પછી મેડા ઉપર જઈ તીજોરીમાંથી બે હજારની નોટ લાવી રજુ કરી હાથ મુચરકે લખી આપો. પાવતી વગેરે જે જે કાગળો કરવા ઘટતા હતા તે કરી ફેજદાર વગેરે ત્યાંથી ચાલવા લાગ્યા. જતાં જતાં જદારે કલ્યાણને પુછ્યું “કેમ! તમારે ક્યાં રહેવું છે? મરજી હોય તો ચાલો મારી સાથે.”
“સાહેબ! મારે તે તમારી સાથે આવવું છે. મને આ શેઠ હવે મારશે. મને મારા બાપને ઘેર મુકી આવો” એમ કહી કલ્યાણ પાછો રેવા લાગ્યો અને તેમને હાથ પકડી. આ દેખાવથી સૌની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. ફોજદારને પણ દયા આવી, અને બોલ્યો.કેમ શેઠ! આ છોકરાને બરાબર સંભાળશે કે કેમ ?
ચીમનલાલ– કેમ નહીં સંભાળીએ ? હવે તે સરકારી મીલકત થઈ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com