________________
પકડાયેલી છુપી દીક્ષા.
૧૦૫
" - - ~~ ~ ~* કહી કલ્યાણ રેવા લાગે.
ફેજદાર– “છાના રહે, ગભરાશે નહીં. તમારા બાપને આ શેઠે પૈસા આપેલા છે ?”
કલ્યાણ-“મને શી ખબર પડે? તે તે આ મારા શેઠ અને મારા બાપ જાણે.”
ફોજદાર–“તમારે કોઈ ભાઈ કે બહેન છે ?”
કલ્યાણ–“ભાઈ નથી પણ એક બેન છે. તેનું નામ સરિતા છે. મારાથી મોટી છે.”
ફોજદાર–“તમને કેટલાં વર્ષ થયાં ?” કલ્યાણ–“સાહેબતેર થયાં છે. ”
ફેજદાર–“તમને આ કપડાં સાધુએ પરાણે પહેરાવ્યાં છે કે તમે તમારી રાજીખુશીથી પહેર્યા છે?”
આ સાંભળી કલ્યાણ કાંઈ નહીં બોલતાં શેઠની સામે જોવા લાગ્યો અને ખુબ રડી પડશે
કેજદારે જરા કડક નજર કરી કહ્યું “મહારાજ! તમારે જવાબ મારી સામું જોઇને સાચે સાચે આપવાનો છે. જુઠું બોલશે તે શિક્ષા થશે. તમે હવે શેઠથી જરા પણ ડરશે નહીં. તમને તમારા માબાપને સોંપી દઈશું, માટે સાચે સાચું બોલો.” આથી કલ્યાણવિજય ગભરાયો અને થોડી વાર શાંત રહો.
ફોજદાર-“મહારાજ! કેમ જવાબ આપતા નથી?”
કલ્યાણ-“સાહેબ! પરાણે મારા તમામ વાળ હજામ પાસે કાઢી નંખાવ્યા, મને નવરાવ્યો, હું રેવા લાગ્યો, પછી મને પરાણે સાધુનાં કપડાં પહેરાવ્યાં, આ સાધુઓ (મનહરવિજયને બતાવીને ), મારા માથામાં રાખેલા થોડા વાળ એકદમ ચુંટી લીધા, હું ચમક્યો અને રવા લાગ્યો. પછી મારા માથા ઉપર કાંઈક નાખી મારા હાથમાં આ આઘો અને દંડ આપે. ”
ફેજદાર “તમારા માબાપને ત્યાં જવાનું મન થાય છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com