________________
પ્રકરણ ૧૦ મું.
આચાર્યશ્રી નિમંત્રણ પત્રિકા જોઈ ખુબ મલકાયા, ધારેલો હેતુ પાર પડવાથી આનંદનો પાર રહ્યા નહીં. પિતાના નામની આગળ મુકાયેલા ત્રણથી ચાર ફુટ જેટલી લંબાઈવાળા અનેક પ્રકારના અલંકારનું અને વિધવિધ ગુણાનુવાદોનું વિહંગાવલોકન કરી સહી કરનાર ન્યાતના શેઠ મનસુખલાલને સંપૂર્ણ પ્રસન્ન મુખે સંબોધન કરી આચાર્યશ્રી કહેવા લાગ્યા “શેઠ ! આ આમંત્રણ પત્રિકાઓ તમામ ભાઈ બેનેને વહેંચાઈ રહ્યા પછી તમે જરા મોટા અવાજે ઉભા થઈ વાંચી સંભળાવો, જેથી શ્રાતાજને સમજી શકે. અત્રે બિરાજમાન થયેલી કેટલીક બેને એવી હશે કે જેમને વાંચતાં પણ નહીં આવડતું હોય, માટે મનસુખલાલ શેઠ! બરાબર શબ્દોચ્ચાર સ્પષ્ટ રીતે કરી નિમંત્રણ પત્રિકા શ્રવણ કરાવો જેથી તેમાં રહેલું રહસ્ય બાળજીવને પૂરેપૂરું સમજવામાં આવે. આવા પ્રસંગે ફરી ફરીને આવતા નથી, એ તે પૂરે પુણ્યને ઉદય હેય તેજ આવો અલભ્ય અવસર પ્રાપ્ત થાય છે.
આથી ન્યાતના શેઠ ગભરાયા. મહાજનની જાજમ ઉપર ગાદી ટકીએ બેસી સિંહગર્જના કરવાને મહાવરો હતો પરંતુ આવી સભામાં બલવાને હાવરે નહે, તો પણ શેઠ રહ્યા એટલે ના કહે તો હું દેખાય તેથી હીંમત લાવી ઉભા થયા.
શેઠે આમંત્રણ પત્રિકાને કાગળ હાથમાં લીધે, પણ હાથ થરથર ધ્રુજવા લાગ્યા. વળી મથાળે બાળબોધ અક્ષરે લખેલો લોક દેખ્યો એટલે મુંઝવણમાં અતિશય વધારે થયો. મથાળું વાંચતાંજ એ ગોટાળા વળ્યો કે આખી સભા ખડખડ હસવા લાગી.
આ પ્રમાણે શેઠની મશ્કરી થવાથી આચાર્ય સમજી ગયા કે શેઠને બાળબોધ વાંચવાને જરા પણ અભ્યાસ જણાતું નથી, થr કરીનાય નમઃ એટલા સાદા અને સરળ શબ્દો વાંચતાં જ જીભના લોચા વાળા અને હસી થઈ તો હવે પરમ પવિત્ર પ્રવાહીસર એ વાક્ય તેમનાથી શી રીતે વંચાશે !! જોડાક્ષર વાંચવામાં પૂરેપૂરી તેમની ફજેતી થશે તેથી આસપાસ નજર ફેરવી આચાર્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com