________________
Mannararnrunnenranna
૯૪
પ્રકરણ ૧૩ મું. mawan આગળ રજુ કર્યો છે તેથી ખાત્રી થઈ હશે કે દીક્ષા સંબંધી કાંઈક કાયદો કરી સાધુઓ ઉપર અંકુશ મુકવાની ખાસ જરૂર છે. હાલમાં કોઈ પણ કાયદાની અગર કાયદાની કલમની મદદ મળી શક્તી નથી તેથી સાધુઓ અને તેમને મદદ કરનાર ગુહામાંથી છટકી જાય છે, માટે મારી દરખાસ્તને અનુમેદન આપી પસાર કરશે એવી આશા છે. ”
ઉપરની દરખાસ્ત ઉપર મત લેતાં પાણાભાગની બહુમતીથી દરખાસ્ત મંજુર થઈ હતી. આ વખતે ગેલેરીમાં બેઠેલા જૈન પ્રેક્ષકોમાં મોટા ભાગે ખુશાલી પેદા થયેલી જણાઈ આવતી હતી.
ઉપર પ્રમાણે મુદ્દાની દરખાસ્તનું કામ પૂરું થયા પછી બધા સભાસદે ચા પાણી લેવા ઉઠયા. (તે પછીને હેવાલ આવતા અંકમાં).
આ પ્રમાણે છાપામાં આવેલ હેવાલ માલતી વાંચી રહી કે સાગરિકા તાળી પાડી “હીયર ! હીયર !”ને પિકાર કરી કહેવા લાગી
મીસ્ટર વસંતલાલને ખુબ ધન્યવાદ ઘટે છે. ખરેખર તેમણે ટુંકામાં એવા દાખલા રજુ કર્યા કે આખી સભા ઉપર ઉંડી છાપ પડી ગઈ. તમારા જનોમાં આવા જ્યારે પાકશે ત્યારે જ સાધુઓની જોહુકમી અને ધર્મસત્તાને અભિમાન દુર થશે. કેટલાક સારા સાધુઓ હશે પણ આવા કેટલાક સ્વચ્છંદી સાધુ હોવાથી સારા ઉપરથી પણ લોકોનું મન ઉઠી જાય.”
રસિકલાલ--“ભાઈ! નવનીતરાય! આજે આપણે ભેટો ઠીક . જે ન મળ્યા હતા તે આજે આ હેવાલ વાંચવામાં આવત નહીં.”
ચંદ્રકુમાર–“રસિકલાલ! છાપું તમારી પાસે રાખી લો. આપણને ઘણું ઉપયોગી થઈ પડશે. આજની પનાઈની સહેલગાહ બહુજ આનંદદાયક લાગી.”
આમ આનંદમાં વખત ગુજારતાં અંધારું થવાથી તેઓ કિનારા તરફ વળ્યાં. પનાઈ કિનારે ઉભી રહી કે તેઓ એક બીજાને હાથ પકડી કિનારે ઉતરી સાથે સાથે ચાલતાં થયાં અને સાહેબ કહી પોતપોતાની મેટરમાં બેશી ઘેર ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com