________________
ધારાસભાને હેવાલ.
•
પ્રમુખ–“નોટીસમાં તે એમ લખવું જોઈતું હતું કે શોધી કાઢનારને ઈનામ આપવામાં આવશે.”
વસંતલાલ––“ વાસ્તવિક રીતે એમજ જોઈ એ, પણ ધણુને તે દીક્ષા લેવી હતી તેથી તેના મનમાં એમ હતું કે ગઈ તે પાપ ગયું. વચ્ચે આડખીલ કરતી મટી. ટાઢા પાણીએ ખસ ગઈ. (હસાહસ). થોડા વખત પછી તે ગૃહસ્થ દીક્ષા લીધી. તેની એક નાની છોડી છે તે નિરાધાર થવાથી મેસાળમાં રહે છે.
તે શીવાય છુપી રીતે નસાડીને સંતાડેલા છોકરાએ ઘણા પાછા મળી આવ્યા છે તેમની આત્મકથાઓ ઘણી છે પણ તે અત્યારે રજુ કરી આ સભાને અમુલ્ય વખત લેવા માગતા નથી. ઉપર જણાવેલા તથા એવા બીજા બનાવમાંથી મારામારીના ઘણા કેસે કેરટે ચડેલા છે તેમાં ન્યાયાધીશેએ અયોગ્ય દીક્ષા સંબંધી ટીકા કરેલી છે અને અયોગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓના વર્તનની પણ સખ્ત ઝાટકણી કાઢેલી છે. સુરત, અમદાવાદ, ખંભાત, વાસદ, પાલીતાણા, વડોદરા, જામનગર વિગેરે સ્થળેમાં આવા ઘણા કેસે બનેલા છે. તે ખરડે રજુ કરતી વખતે જરૂર જણાશે તે રજુ કરીશ.
આવા બનાવો બનતા હોવાથી દીક્ષાને કાયદે કરવા અમે સંઘને અનેક વખત વિનંતી કરીએ છીએ, ખરડા પણ રજુ કરીએ છીએ છતાં કેાઈ ધ્યાન ઉપર લેતું જ નથી. ઉલટા અમારા જેવાને મારવા તૈયાર થાય છે. જે સાધુનું રાજ હેય તે અમારા જેવાને ફાંસીને લાકડે લટકાવી દે. સાધુઓ ધોળા દિવસે રડાપીટ કરાવી દીક્ષા આપી દે છે અને કહે છે કે “ દીક્ષા આપવી એ તે અમારે ધંધે છે. અમે તે ગમે તેને ગમે તે રીતે દીક્ષા આપીશું ” એમ કહેતાં જરા પણ શરમાતા નથી. લાચાર છીએ કે અમારા કેટલાક ભાઈ એજ તેમને ઉત્તેજન આપી રહ્યા છે. જે તેઓ મદદ ન કરે તો હમણાં તેઓ પાછા હઠે અને આવી દીક્ષાઓ અટકે.
જયારે અમારા ભાઈ ઓ અને સાધુઓ આલ્લું બધું ક્યા છતાં માનતા નથી ત્યારે જ અમે સરકાર પાસે દીક્ષા સંબંધી કાયદો કરાવવા માગીએ છીએ. જે મને તેને ખરડે રજુ કરવાની પરવાનગી આપવામાં આવે તે કાયદો કેવા પ્રકારને કરવો અને સાધુઓ પર કેટલે અંકુશ મુકવો તે તે વખતે ક્ષમવાર જણાવીશ.
આજ તે પરવાનગી મળવા પૂરતી જ મારી દરખાસ્ત છે. સુજ્ઞ સભાસદો ! મને આશા છે કે મેં જે હકીક્ત, દાખલા, દલીલ વીગેરે આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com