________________
ધારાસભાનો હેવાલ.
૯૧
ત્યાંથી લઈ પોતાને ઘેર લાવ્યા અને લાયક વર શોધી કાઢી તેની સાથે તેને પરણાવી દીધી. તેની પક્ષમાં લાગવગવાળા માણસ હતા તેથી તે બાળા ફાવી. નહીં તો તે પેલી સાવીને દાસીપણું કરતી હોત અને પેલી ચેલીની માફક આંસુ નાખતી હોત.
(૫) બીન ત્રણ દાખલા એવા છે કે સુજ્ઞ સભાસદોને સાંભળી આંસુ આવ્યા વિના રહેશે નહીં. એક વીસ વરસનો યુવાન છોકરે સાધુ પાસે સંસ્કૃત ભણવા જતા હતા. લગ્ન થયે માત્ર બે જ વરસ થયાં હતાં, સોળ વરસની યુવાન સ્ત્રી હતી. સાધુ છોકરાને દીક્ષાને બેધ દેવા લાગ્યા. શરૂઆતમાં તેને ચોથા વ્રતની બાધા આપી. ”
પ્રમુખ–“શું વ્રત એટલે શું ?”
વસંતલાલ--“પરણેલા હોવા છતાં પણ તદ્દન બ્રહ્મચર્યવ્રત પાળવું તેને અમારામાં ચોથું વ્રત કહે છે.”
પ્રમુખ–“પરણેલી સ્ત્રી હોય છતાં પણ ?” વસંતલાલ--“હા” (હસાહસ). પ્રમુખ––“પછી.”
વસંતલાલ--“પછી છોકરાને સાધુએ એવી લાલચ બતાવી કે સંસારી માણસો મરીને નરકમાં જવાના, અને સાધુ થાય તે જ મોક્ષમાં જય. ત્યાં અનેક પ્રકારનાં સુખ ભોગવે, અહીં સ્ત્રીનું જે સુખ દેખાય છે તેના કરતાં કરોડગણું સુખ ત્યાં મળશે. આવા ઉપદેશથી તે છોકરે ભ્રમિત થયો અને દીક્ષા લેવા તૈયાર થયો. માએ તથા સ્ત્રીએ ઘણા કાલાવાલા કર્યા છતાં સાધુએ પેલા યુવકને દીક્ષા આપી દીધી. તેની સ્ત્રી છાતી ફાટ રૂદન કરવા લાગી. કારણ કે ધણુએ દીક્ષા લીધી એટલે તે વિધવા જેવી બની. છતા ઘણુએ રંડપે તે આનું નામ. ઉમર લાયક છોકરે એટલે મા કે સ્ત્રીનું ન ચાલ્યું. વકીલની સલાહ લીધી પણ જેવી જોઈએ તેવી અને સ્ત્રીનું ઘર મંડાય. તેવી કાયદાની કલમ જડી આવી નહીં. સ્ત્રીને કબજે લેવાને કાયદે મળી આ પણ ઘણું કબજે લેવાને કાયદે જડી આવ્યા નહી.” (હસાહસ).
પ્રમુખ-“છેડાછુટકે માગી ફરી લગ્ન કરે.” વસંતરાય-“અમારા જૈનેમાં સ્ત્રી ફરી લગ્ન કરી શક્તી નથી.”
પ્રમુખ–ધણું આ પ્રમાણે ચાલ્યા જાય છતાં પણ સ્ત્રી બીજી વાર ન પરણી શકે ? ”
મણીલાલ–“ના, નામદાર ! વસંતલાલ કહે છે તે વાત બરાબર છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com