________________
ધારાસભાને હેવાલ.
૮૯
સાગરિકાએ કહ્યું “દરખાસ્ત લાવનાર તમારે જન છે જન.”
વકીલે હસીને કહ્યું “જૈન શીવાય એટલા બધા પૂરાવા, દાખલા, દલીલો વગેરે કોણ લાવે? મને તે તે વાત ઘણુજ ગમી છે. કદાચ જિનેને ન ગમે પણ તે કાયદો થવાની જરૂર છે. આજનું કનકનગર સમાચાર જે કઈ વાંચશે તેને જરૂર એમ લાગશે કે કાંઈ પણ કાયદો થવાની જરૂર છે. માલતીબેન ! તમે પૂરેપૂરે હેવાલ વાંચે.”
માલતીએ છાપું હાથમાં લીધું અને તેઓ સાંભળે તે પ્રમાણે વાંચવા લાગી—
ધારાસભામાં જૈનોની દીક્ષા. જાણીતા જૈન વકીલ વસંતલાલ જયંતલાલ શેઠ એમ. એ. એલ એલ. બી. ની દરખાસ્ત અને દલીલો.
ધારાસભાની ત્રીજા દિવસની બેઠક મળી. બરાબર બાર વાગે કામ શરૂ થતાં, પહેલી દરખાસ્ત વકીલ વસંતલાલ જયંતલાલની હાથ ધરવામાં આવી હતી. તેમની દરખાસ્ત જૈનમાં અપાતી દીક્ષા સંબંધી કાયદાને ખરડે રજુ કરવા પરવાનગી મેળવવા બાબત હતી.
પ્રમુખે હસતા મુખે કહ્યું “મને લાગે છે કે આવી દરખાસ્ત પ્રજાના સભાસદ તરફથી ન જ હોઈ શકે. આવી દરખાસ્ત જૈનેના ધર્મમાં હાથ ઘાલવા જેવી છે તેથી કદાચ તમારી દરખાસ્ત આવકારદાયક મનાશે કે કેમ તેની મને શંકા છે. સરકાર પોતે થઈ કદાચ હાથ ઘાલવા પ્રયત્ન કરે તે બનવા જોગ છે પણ તમારા તરફથી મુકાય છે તેથી મને નવાઈ લાગે છે.”
મણીલાલ–“ હું આ દરખાસ્તે ટેકો આપું . ”
વસંતલાલ–“આપ નામદાર કદાચ નહીં જાણતા હે તેથી આપના. ધ્યાન ઉપર લાવું છું કે હું જેન છું અને જેન થઈને જ આ દરખાસ્ત લાવ્યો છું તે સંબંધી મેં પૂરેપૂરે વિચાર કર્યો છે. ધાર્મિક કામમાં સરકારની દખલ ન જ જોઈ એ એ હું સમજું છું. પરંતુ હું કેવા સંગમાં આ દરખાસ્ત લાવવા તૈયાર થયું તે જ્યારે આપ નામદાર જાણશે ત્યારે ખાત્રી થશે કે મારી દરખાસ્ત વ્યાજબી છે અને ખરડો રજુ કરવા મને પરવાનગી આપશે. દરેક માણસને, પછી તે ગમે તે ધર્મને હોય, તેને વૈરાગ્ય દશામાં રહેવાની ઈચ્છા થતી હોય તે તેમ કરવા તેને સંપૂર્ણ હક છે, આ હક ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com