________________
૯૦
પ્રકરણ ૧૩ મું.
હું, તલાપ મારવા માગતા નથી. પરંતુ હમણાં કેટલાંક વર્ષોથી કેટલાક એવા જૈન સાધુએ નીકળ્યા છે કે તેઓ નાની ઉમરના છોકરાં સંતાડે છે, માબાપો શેવ્યા કરે છે પણ તે તેમને આપતા નથી. છુપી જગેએ પછી તેમને દીક્ષા આપી સાધુ બનાવી દે છે.”
પ્રમુખ--“આ સંબંધી થડા બનેલા દાખલાઓ ટુંકામાં રજુ કરશે તે અમને હાલની પરિસ્થિતિ સારી રીતે સમજાશે.”
વસંતલાલ--“આજે હું કેટલાક દાખલા મેઘમ આપીશ. પરવાનગી મળ્યા બાદ ખરડે રજુ કરતી વખતે નામ અને પુરાવા સાથે બધી હકીક્ત સભામાં સાદર કરીશ.”
પ્રમુખ--યોગ્ય લાગે તેમ રજુ કરો.”
વસંતલાલ-(૧) “એક ગામમાં કેઇ સાધુ બેડીંગમાં ભણતા વિદ્યાથીને લાલચ આપી બીજા સ્થળે લઈ ગયો. છોકરે ઘેર નહીં આવવાથી બાપે તપાસ કર્યો. પત્તો લાગે નહીં. છેવટે તે છોકરે કેટલાક માસ પછી અમુક ગામના ઉપાશ્રયના ભેાંયરામાંથી પોલીસની મદદથી મેળવવામાં આવ્યો. બાપ બિચારે ખરચમાં ખુવાર થઈ ગયો હતે.
(૨) એક સાધ્વી એવી હતી કે પાઠશાળામાં ભણતી છોડીને ભરમાવતી હતી અને કેાઈ રાંડરાંડ નિરાધાર જેવાની છડી મળી આવતી કે બહારિબહાર ઉપાડી દીક્ષા આપી દેતી હતી. મા રાતી રેતી આવે એટલે શ્રાવકો પાસેથી પૈસા અપાવી ભાવે કે કભાવે તેનું મન મનાવતા. આવી રીતે તેણે ચાર પાંચ છડીઓ ગુમ કરી છે.
(૩) એક વિધવા પાસેથી તેની છડી મેળવી પોતાની સાથ્વીની ચેલી બનાવવા એક સાધુએ એક શ્રીમંત ગૃહ પાસેથી બે હજાર રૂપીઆ તે વિધવાને અપાયેલા, અર્થાત માએ બે હજારમાં છોડીને વેચી. ચેલી થવા છેડીની બીલકુલ મરજી નહતી. પરંતુ તેને રેતી કકળતી સ્થિતિમાં સાધ્વીનાં કપડાં પહેરાવી દીધાં. અત્યારે તે છડી સાધ્વીઓની દાસી તરીકે કામ કરે છે અને ચોધાર આંસુ નાખે છે. કેઈ મદદ કરનાર ન મળ્યું.
(૪) એજ બીજો દાખલે--માએ છોડીને વેચી પણ છેડીની મરજી પરણવાની હતી. તેની ઉમર આશરે સત્તર વરસની હતી. સારા નસીબે તેની મદદમાં સુધરેલા વિચારના ગૃહ મળી આવ્યા અને છડી ઉપર આવે દીક્ષાનો બળાત્કાર ગુજારતો જોઈ એક હીંમતવાન ગૃહસ્થ વચ્ચે પડી છેડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com