________________
છૂપી દીક્ષાની અફવા અને તપાસ.
સંબંધી જે જે માલતીના જાણવામાં આવ્યું હતું કે તે તમામ તેની પાસેથી જાણું લીધું. પોલીસ સુધી દીક્ષાના અખાડાની વાત પહોંચી છે તે હકીકત જાણી માલતીને ઘણો જ આનંદ થયો અને ભાર દઈ કહેવા લાગી. “દીક્ષાના અખાડાવાળા ચીમલાલ શેઠને ત્યાં એક નાના છોકરાને દીક્ષા અપાઈ છે એ વાત જરા પણ ખોટી નથી. જે બરાબર દાબથી પોલીસ કામ લેશે તે જરૂર ભેદ પકડાઈ જશે.”
“તું શાંતિથી જોયા કર, તાલ બરાબર જામશે. આચાર્ય પણ જાણશે કે છાની દીક્ષાઓ શી રીતે અપાય છે? શું સાધુઓ અને અંધ શ્રદ્ધાળુઓના પ્રપંચ!' એમ કહી રસિકલાલ ત્રણ દિવસના પ્રજાપકારના અંક હાથમાં લઇ નીચે ઉતરી મોટરમાં બેશી તરતજ ચંદ્રકુમારની ફીસમાં પહોંચી ગયો. ચંદ્રકુમાર તો રાહ જોઈને બેઠે હતો. રસિકલાલ આવ્યો કે તેને લઈ ચંદ્રકુમાર ઉપરના હોલમાં ગયો. ચંદ્રકુમારે ઇન્સ્પેકટરને રસિકલાલની ઓળખાણ કરાવી. ઇકટર ગુજરાતી ભાષા ઘણું સારી રીતે જાણતો હતો અને તે મેનેજરનો ખાસ મિત્ર હતો. મેનેજરને દીક્ષાની બાબતમાં રસ પડેલો હોવાથી તેણે રસિકલાલને કહ્યું, “હવે જે તમે બરાબર પૂરાવો મેળવી આપે અને પોલીસને મદદ કરે તે બરાબર કેસ ઉમે થાય તેમ છે, પોલીસ પાસે નનામા કાગળ આવ્યા છે તે વાંચે” એમ કહી મેનેજરે ઇન્સ્પેકટર પાસેથી બે કાગળો લઈ રસિકલાલના હાથમાં મુક્યા. રસિકલાલ વાંચવા લાગ્યોમહેરઆન સાહેબ,
અત્રેના રહીશ શેઠ ચીમનલાલ નગીનદાસ જે દીક્ષાના અખાડાવાળા તરીકે અમારી જેન કોમમાં ઓળખાય છે તેને ત્યાં આજે માહ વદ ૭ના દિવસે એક નાના છોકરાને દીક્ષા આપવામાં આવી છે. દીક્ષા આપનાર સાધુ તથા તે ચેલાને તેમના ઘરમાં છુપી રીતે રાખેલા છે. માટે શેઠ ચીમનલાલને ત્યાં એકદમ છુપી રીતે તપાસ કરવામાં આવે તે પળ પકડાશે ? આ છેરાને દીક્ષા આપવા બાબત સાધુઓમાં પણ અંદર અંદર તકરાર પડી છે. ભદ્રાપુરી- માહ વદ ૭
હતી. જેન ટેટીવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com