________________
૭૨
પ્રકરણ ૧૧ મું.
પ્રકરણ ૧૧ મું.
દીક્ષાસમારંભ અને વાતાવરણના પડઘાની પત્રિકાએ
ભલે ને હોય તે રાજા, ન દુનિયા કેઈને છેડે, જુએ તેવી કરે ટીકા, ન દુનિયા કેઈને છેડે. ભલે ને હોય સંસારી, ભલે ને હોય સંન્યાસી,
બધાની તે કરે ટીકા, ન દુનિયા કોઈને છેડે–લેખક. માહ વદ ૭ ના દિવસે પ્રાત:કાળે શેડ કસ્તુરચંદ મેનામાં બેશી ગાજતે વાજતે ધર્મશાળા આગળ આવ્યા, ત્યાં સઘળાં સ્ત્રી પુરૂષો ભેગાં થયાં હતાં, ત્યાંથી ચતુરાબાઈને પાલખીમાં બેસાડવામાં આવી અને રીતસરને વરઘોડે ચાલવા માંડ્યું. જૈનધર્મના નિશાન તરીકે સૌથી આગળ છેદ્રધજા ફરકતી હતી, પછી નગારશી કે ગડગડાટ ભરેલા અવાજથી પ્રેક્ષકોને જાગૃત કરતે હોતે, પછી મોટું મીલટરી ઍડ છત્રીસ સૂરથી જોનારનાં મન રંજન કરતું હતું, ત્યાર બાદ મોટા ઠાઠથી સાજન ચાલતું હતું. ન્યાતના શેઠ અને ધરમચંદ શેઠ જાણે ધર્મને અને સમાજનો ઉદ્ધાર કરતા હોય તેમ આગેવાની ભરેલો ભાગ લઈ મલકાતા મલકાતા ચાલતા હતા. રસ્તામાંથી કેટલાક જાણીતા ગૃહસ્થોને તેમની દુકાનેથી ઉઠાડી પોતાની સાથે સાજનમાં ખેંચતા હતા. તે પછી કસ્તુરશેઠની મેના, પછી ચતુરાની પાલખી અને તે પછી સ્ત્રીઓ ગીત ગાતી ચાલતી હતી. બે સ્ત્રીઓએ નામણ દીવો પકડેલો હતે. તારાબાઈએ ઉંચા પ્રકારનાં સુશોભિત કપડાં અને અલંકાર સજી કસ્તુરચંદના ઉપકરણની છાબ પૂર ઠાઠથી ઉપાડી હતી, ધરમચંદનાં પત્ની હર્ષભેર ચતુરાના ઉપકરણની છાબ ઉપાડી કાર્યવાહિકા તરીકે ચાલતાં હતાં. આવા ઠાઠથી ચાલતે વરઘોડો શહેરના મુખ્ય મુખ્ય લત્તાઓમાં ફરી વિકટેરીઆ દરવાજે સાર્વજનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com