________________
SY
પ્રકરણ ૯ મું.
“સમજુની બલીહારી છે, શ્રાવિકા ક્યાં ના પાડે છે ? કરો હવે કાલને માટે તૈયારીઓ, આવો અવસર ફરીને નહીં મળે,” એમ કહી ધર્મલાભ દઈ મહારાજ વિદાય થયા.
તેમના ગયા પછી તારા બેલી “જુઓ સાંભળો, તમારી બધી માગણીને હું સ્વીકાર કરું છું, હું પાસે રહી દીક્ષા અપાવીશ, આપણું ઘરને છાજે તે પ્રમાણે ખરચ કરીશ, પણ મારી એક માગણે છે તે તમારે સ્વીકારવી પડશે.”
“તેં મારી માગણું સ્વીકારી તો મારે તારી માગણી સ્વીકાર્યા વિના ચાલશે ? સુખેથી કહે.”
આચાર્ય તમને દીક્ષા આપશે પણ તમે આ ચકોરવિજયના ચેલા થજે. આચાર્ય કદાચ બીજા ચેલાને તમારા ગુરૂ બનાવે તે તમે સાફ ના પાડજો. કારણ કે ચારવિજયના ચેલા થવાથી મારે તમને વારંવાર વાંદવા આવવું હશે તે બની શકશે અને મારાથી તમારી ભક્તિ થશે, તમારી વેયાવચ્ચ પણ રાખી શકાશે. તમારી વૃદ્ધાવસ્થા થઈ એટલે શરીરની સંભાળ રાખવી પડે, તમે ઘરમાંથી ગયા એટલે શું મારે તમારા શરીરની દરકાર ન રાખવી જોઈએ ? માંદા સાજા થાઓ ત્યારે દવાઓ વગેરે કરવું પડે. શરીર અળગું થાય પણ કાંઈ મન અળગું થાય તેમ છે?” એમ કહી ગળગળી બની સાલ્લાના છેડા વતી આંખે ચળવા લાગી.
તું આમ કચવાઈ આંસુ નાખે છે તેથી મારા મનને ઘણું લાગી આવે છે, હું તે સમજતો હતું કે કાંઈ મોટી માગણી હશે, આમાં શું? જરૂર ચકોરવિજયને ચેલ થઈશ. આચાર્યની પણ તેજ ઈચ્છા છે, વાત થઈ ગઈ છે, તેમ છતાં કદાચ તે પોતાને વિચાર બદલશે. તે હું સાફ ના પાડીશ. માટે તે બાબત જરા પણ ચિંતા કરીશ નહીં. એમ તારાના મનનું સમાધાન કરી શેઠ પિતાના કામે વળગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com