________________
વ્યાખ્યાનમાં આચાર્યને કેધાગ્નિ.
૪૩
પ્રકરણ ૭ મું.
વ્યાખ્યાનમાં આચાર્યને ક્રોધાગ્નિ અને
ખાનગીમાં ચરવિજયની ચાલાકી. * नजारजातस्य ललाटशृंगम् । कुलप्रसूतस्य न पाणिपद्मम् ।
यदा यदा मुंचति वाक्यबाणम् । तदा तदा जाति कुलप्रमाणम् ॥
બીજા દિવસે સવારના આઠ વાગે હંમેશના નિયમ પ્રમાણે આચાર્ય શ્રી સૂર્યવિજયજીએ પાટે બિરાજમાન થઈ વ્યાખ્યાન શરૂ કર્યું. રાજ જે વ્યાખ્યાન ચાલતું હતું તેનાથી જુદા જ પ્રકારનું આજના વ્યાખ્યાનની શરૂઆત થઈ. આજ તે આચાર્યશ્રીની આંખે કેધથી લાલચળ બની ગઈ હતી. શાંતિને છાંટો પણ મુખમુદ્રા ઉપર જોવામાં આવતે નહોતે. બસ આજે તે મૂર્ખ, ગધેડા, બેવકુફ, જંગલી, અજ્ઞાની એવા એવા શબ્દોને છુટથીજ ઉપયોગ થવા લાગ્યો. આથી ન્યાતના શેઠ મનસુખલાલ ઉભા થઈ ધીમે રહી હાથ જોડી મહારાજને વિનવવા લાગ્યા “મહારાજ સાહેબ! અમારે શે અપરાધ થયે છે? આપને કેઈ એ કડવે શબ્દ કહ્યા હોય તો અમે તેને શિક્ષા કરીએ, માફ કરે, અમે તે કઈ જાણતા નથી, કોઈને ગુન્હ થયે હોય તો તેની વતી હું જાતને શેઠ આપની માફી માગું છું.'
આ પ્રમાણે શેઠે નમ્રતાપૂર્વક આજીજી કરી કે આચાર્યશ્રી બમણા ક્રોધાયમાન થયા, અને મેટે ઘાંટે કાઢી બોલવા લાગ્યા “ અરે દુષ્ટ, ચંડાળ, પાપી શ્રાવકે ! તમે સાધુઓનાં છિ શેધવા લાગ્યા છે, કંચન અને કામિનીના ત્યાગીઓને કલંક લગાડવા બેઠા છે, બધી
ક જાર પુરૂષના માથે શીંગડાં હતાં નથી અને કુળવાન પુરૂષના હાથમાં પડ્યું હોતું નથી. જ્યારે જ્યારે તે વાક્ય બોલે છે ત્યારે ત્યારે તેની જાતિ અને તેનું કુળ જણાઈ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com