________________
ભરેલા રીબાઇને મરમાં જવાન
- ક્રોધ
૪૪
પ્રકરણ ૭ મું. હકીકત મારા ધ્યાનમાં છે. આવી ખબર હતી તે તમારા ભદ્રાપુરી શહેરમાં પગ મુકત નહીં. તમે લોકો બધા નરકમાં જવાના છે. તમારે સંધ હંમેશાં દુઃખમાં રીબાઈ રીબાઈને મરવાને છે.”
આવા શાપ ભરેલા શબ્દો સાંભળી શેઠે કહ્યું “મહારાજ ક્ષમા કરે, ક્રોધ ન કરે, હાથ જોડી માફી માગું છું, સંઘને આવો શાપ ન દે, સંઘ તે પચીસમા તીર્થંકર રૂપ છે, તેમાં તો સાધુ સાધ્વનિ શ્રાવક અને શ્રાવિકા એમ ચારેને સમાવેશ થાય છે. શાંતિ ધારણ કરે. અમારે અપરાધ થયો હોય તે કહે. તે માટે અમો દંડ આપીએ અને કહો તે પ્રાયશ્ચિત કરીએ.”
આચાર્ય આ પ્રમાણે સંઘની વ્યાખ્યા સાંભળી સિંહની માફક ગર્જના કરી કહેવા લાગ્યા “શેઠ ! જાણ્યું તારું ડહાપણ, તારા કરતાં હું વધારે ભણેલો છું, સંધ કેને કહેવો તે હું સારી રીતે સમજું છું, તું મને શું સમજાવતા હતા? ભાત ભાતની ટીકા થાય અને તે બંદોબસ્ત રાખી શકે નહીં. તું શાની શેઠાઈ કરે છે! કાલ રાત્રે તું આવ્યો હતો?”
શેઠે કહ્યું “હું આવ્યો હતો પણ ભાવના ઉઠયા પછી હું ઘેરે ગયો હતો, ગરબા જેવા બેઠે નહોતો.”
આચાર્ય કહ્યું “રાત્રે અહીં તે ટળ્યો હોત તો તને બતાવત. બેરાં બિચારાં અહીં ચેકમાં ગાઈને પ્રભુભક્તિ કરતાં હતાં. ત્યારે કેટલાક જોનારાઓ કેઈ બાઈની ટીકા કરતા હતા, વળી કેઈ આવીને મને એવું કહી ગયો કે “ચકોરવિજયજી બારીમાંથી ચકતા હતા” આવી આવી આ ધર્મશાળામાં રાત્રે ટીકાઓ થાય તે મારાથી કેમ સહન થાય? ચકોરવિજય કેવો શાંત અને ડાહ્યા સાધુ છે! ચાલતાં જરા આંખ પણ ઉંચી કરતું નથી, નીચી નજરે જવું અને નીચી નજરે આવવું, એવા ચકોરવિજયની ટીકા કરી તમે દુષ્ટ લોકે તેમને નિંદવા માગે છે ? જાઓ તમારું કાળું કરે. શેઠ! શોધી કાઢે તે બોલનારને – બાઇની ટીકા કરનારને? તે શીવાય અમે ગોચરી નીકળવાના નથી, અને અમે તમને અહીંથી જવા દેવાના પણ નથી, સમજ્યા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com